ગુજરાત સરકારના વન વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, અમરેલી દ્વારા તા. ૨૧.૦૮.૨૦૨૬ને શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે આ મહોત્સવ “એક પેડ મા કે નામ ૩.૦” ના મંત્ર સાથે યોજાશે. આ કાર્યક્રમમાં કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહીને ગ્રીન ગુજરાતના સંકલ્પને વેગ આપશે.
આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવાડીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિત જિલ્લાના સર્વ ધારાસભ્યશ્રીઓ સહભાગી બનશે અને વૃક્ષારોપણ કરવામાં આવશે. પર્યાવરણ જાગૃતિ અર્થે “વૃક્ષરથ” ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અમરેલીના તમામ પ્રકૃતિપ્રેમી નાગરિકોને આ હરિત ઉત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.













Recent Comments