અમરેલી

દામનગર ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સુપોષણ સંવાદ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાય

દામનગર શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લાઠી આઈ સી ડી એસ વિભાગ દ્વારા સુપર વાઇઝર  ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં સુપોષણ સંવાદ ૨૦૨૬ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાય

દામનગર ના આસોદર સેજા ગ્રુપ ની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વાનગી સ્પર્ધા માં અસંખ્ય કિશોરી બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આસોદર ગ્રુપ સેજા ની વાનગી સ્પર્ધા માં ૨૭ મીલેટ વાનગી અને ૨૭ પી આર  એસ પેકેટ ની વાનગી ઓ બનાવી સ્પર્ધા માં મુકાયેલ 

જેનું સ્ટેસ્ટિંગ દામનગર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ગોસ્વામી એવમ નગર પાલિકા ના સદસ્ય સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી રચનાત્મક કાર્યકર બહેનો કર્યું હતું  કિશોરી બહેનો એ વાનગી સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લેતા સ્થાનિક અગ્રણી દ્વારા મીલેટ વાનગી માં એક થી ત્રણ ક્રમ ની બહેનો અને  પી આર  એસ વાનગી માં પણ એક થી ત્રણ બહેનો ને વિજેતા જાહેર કરી બિરદાવ્યા હતા

આઈ સી ડી એસ લાઠી દ્વારા યોજાયેલ વાનગી સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લેતા બહેનો રસોઈ કળા અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ સહિત સ્થાનિક અગ્રણી ઓ દ્વારા સુપોષણ સંવાદ કાર્યક્રમ નું સુંદર આયોજન કરાયું હતું

Related Posts