અમરેલી

લીલીયા તાલુકામાં અતિભારે વરસાદ ના કારણે થયેલ મંજૂર થયેલ ઘર વખરી સહાય એક મહિનો થવા છતાં અરજદાર ને સહાય ન મળતા પત્ર પાઠવતા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ

લીલીયા તાલુકામાં અતિભારે વરસાદ ના કારણે થયેલ મંજૂર થયેલ ઘર વખરી  સહાય એક મહિનો થવા છતાં અરજદાર ને સહાય ન મળતા પત્ર પાઠવતા જગદીશભાઈ રામભાઈ દેથળીયા પ્રમુખશ્રી લીલીયા તાલુકા પંચાયત 

……..,……….. ………

લીલીયા તાલુકામાં જૂન મહિનામાં પડેલા અતિભારે વરસાદના કારણે ગુંદરણ અને ટીંબી ગામમાં પાણી ભરાઈ જવાથી ગ્રામજનોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આ સંદર્ભે તંત્ર દ્વારા હાથ ધરાયેલા સર્વે બાદ બંને ગામના લોકો માટે ઘર-વખરી સહાય પણ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ, મંજૂરી મળ્યાના ૪૦ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પીડિત અરજદારોને હજુ સુધી સહાયની રકમ મળી નથી.

લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જગદીશભાઈ રામભાઈ દેથળીયાએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી તથા કલેકટર શ્રી અમરેલીને લેખિત રજૂઆત કરીને ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના કારણે આ સહાય અટવાયેલી છે.

નિયમ મુજબ જે સહાય ૪૮ કલાકની અંદર અરજદારોને મળી જવી જોઈએ, તે ૪૦ દિવસ થવા છતાં મળી નથી. અગાઉ રૂબરૂ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. 

જેથી અસરગ્રસ્ત લોકોને વહેલામાં વહેલી તકે મંજૂર થયેલી ઘર-વખરી સહાય અરજદારોના ખાતામાં જમા કરાવવા માંગસાથે રજૂઆત કરવામાં આવી છે.

2 Attachments  •  Scanned by Gmail

https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fd3NweDdqMWtrYnFjogE3MgJQADoCEAFKBAgBEAFaAggAagIIAXICCAF6AggCiAEBkgECEAGaAQQYASAAogECEADiAQIIALIBBxgDIAAqATDCAQIgAdgBAQ&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1787319272550

Related Posts