અમરેલી ચિતલ: સંત શ્રી રણછોડદાસજી હોસ્પિટલ – રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ – ચિતલના સંયુક્ત ઉપક્રમે તથા સ્વ. સવિતાબેન મગનભાઈ પરમાર (રહે. ચિતલ)ની પુણ્યસ્મૃતિમાં શ્રી નિતિનભાઈ મગનભાઈ તથા રાજુભાઈ મગનભાઈ પરમાર (પરમાર પરિવાર)ના સહયોગથી ૧૩૨ મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે.
આ કેમ્પ તારીખ ૨૬/૦૮/૨૦૨૬, બુધવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ‘શ્રી સરસ્વતી વિદ્યામંદિર – ચિતલ’ ખાતે રાખવામાં આવેલ છે.
કેમ્પનું ઉદ્ઘાટન ગિરીશભાઈ ડેર (આદેશ કન્સ્ટ્રક્શન, જામનગર) તથા રવિભાઈ શેખવા (પ્રમુખ, અશ્વમેધ ગ્રુપ, અમરેલી)ના વરદહસ્તે કરવામાં આવશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રતાપસિંહ રાઠોડ (પ્રમુખ, સનાતન સેવા મંડળ, અમરેલી) તેમજ વાંસળી વાદક ડૉ. સંજીવ ધારૈયા ઉપસ્થિત રહેશે.કેમ્પ દરમિયાન રાજકોટની હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર્દીઓની આંખની મફત તપાસ કરવામાં આવશે. ચિતલ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ દર્દીઓને આ શિબિરનો લાભ લેવા નિમંત્રક દિનેશભાઈ મેશીયા (સંયોજક), બિપિનભાઈ દવે (સહ સંયોજક) અને હિતેશભાઈ કે. મહેતા (પ્રમુખ, વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલ) દ્વારા અપીલ કરવામાં આવી છે.













Recent Comments