કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ આગામી તા.૨૭/૦૮/૨૦૨૬ ના રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં પધારનાર છે. મહાનુભાવશ્રી “Z+ CRPF” કક્ષાની ઉચ્ચ સુરક્ષા ધરાવતા હોઈ, કાયદો-વ્યવસ્થા તેમજ સુરક્ષા-સલામતીના ભાગરૂપે અમરેલીના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડીને સંબંધિત વિસ્તારને “નો-ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
આ હુકમ અન્વયે તા.૨૭/૦૮/૨૦૨૬ ના રોજ લાઠી તાલુકાના દુધાળા હેતની હવેલી ખાતે આવેલ ફુલીબા ક્રિકેટ સ્ટેડીયમ હેલીપેડ, સભા સ્થળ, હેતની હવેલી, બાનું ઘર તથા ગુજરાત ગૌરવ સરોવર કાર્યક્રમ સ્થળની આસપાસના બે કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સત્તાવાર પરવાનગી વગર તમામ પ્રકારની ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે ટ્રેઈની પ્લેન (એરક્રાફ્ટ)ના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હેલીકોપ્ટર/ચોપર, અતિથિ વિશેષો તેમજ ખાસ ફરજ પરના સત્તાવાર અધિકારીઓના ડ્રોન-ચોપરને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાના નિયમોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










Recent Comments