ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર) દ્વારા ભાવનગર ખાતે તા. ૨૬ થી
૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવાના હસ્તે તા. ૨૬ ઓગસ્ટના રોજ સાંજે ૪:૦૦ કલાકે ભાવનગરના
જવાહર મેદાન ખાતે આ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
ગ્રામ્ય મહિલાઓ તથા સ્વસહાય જૂથોને તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે બજારની
તક મળી રહે તેમજ તેમની આવકમાં વધારો થાય તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર ઉપરાંત મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લાની સખી મંડળો પણ આ ઉત્સવમાં સહભાગી થશે.‘શ્રાવણ
ઉત્સવ-૨૦૨૬’માં ૨૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં હેન્ડીક્રાફ્ટ સહિત સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા
તૈયાર કરવામાં આવેલી વિવિધ હાથ બનાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે.
નાગરિકો તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન દરરોજ સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી જવાહર મેદાન
ખાતે યોજાનારા આ ઉત્સવની મુલાકાત લઈ વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના નાગરિકોને ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય મહિલાઓ
અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાના હસ્તે ભાવનગરમાં ૨૬ ઓગસ્ટથી ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નો પ્રારંભ થશે










Recent Comments