ગુજરાત

આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં જગદીશ ત્રિવેદીનું યાદગાર પ્રવચન

આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરના સ્થાપક એટલે 

રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા.
આજથી ૯૦ વરસ પહેલા ૧૯૩૬ માં આ સંસ્થાની સ્થાપના કરનાર નાનજીબાપાની પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટના દિવસે એક વ્યાખ્યાનમાળા છેલ્લા ચોપન વરસથી યોજાય છે.

જેમાં પૂજ્ય કૃષ્ણશંકરદાદા ,  સ્વામી સચ્ચિદાનંદજી, પૂજ્ય વલકુબાપુ , પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી , પૂજ્ય કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, દાદા ધર્માધિકારી , સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂ અમરદાસબાપુ , ગગનવિહારી મહેતા, મનુભાઈ પંચોલી “દર્શક” , ગુણવંત શાહ , સુરેશ જોશી, સનત મહેતા,, સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા , બકુલ ત્રિપાઠી, હરીન્દ્ર દવે, કુમારપાળ દેસાઈ, લાભશંકર પુરોહીત , રતિલાલ બોરીસાગર જેવા કુલ ત્રેપન સ્વનામધન્ય મહાનુભાવો છેલ્લા ત્રેપન વરસમાં પોતાના પ્રવચન રજુ કરી ચૂક્યા છે.

એવી એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વ્યાખ્યાનમાળાના ચોપનમા વક્તા તરીકે આ વરસે જાણીતા હાસ્યકલાકાર લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેનેજીંગ કમિટિના ચેરપર્સન અને નાનજીબાપાના પૌત્રવધુ તેમજ જાણીતા અભિનેત્રી જુહી ચાવલા મહેતા તેમજ લંડનથી ખાસ પધારેલા નાગજીબાપાના પૌત્રી કમલબહેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ પોરબંદર  જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસવડા તેમજ મેયર સહીત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Related Posts