દામનગર, પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય – દામનગર ખાતે SRK ગ્રુપ, નારોલા પરિવાર, નારોલા ડાયમંડ, શિવમ જ્વેલર્સ તથા અક્ષર ગ્રુપ, સુરત (દામનગર) ના મહાનુભાવોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મહાનુભાવોએ છાત્રાલયની દીકરીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી તેમના શિક્ષણ, કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દીકરીઓને સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધે, તે બાબતને કેન્દ્રમાં રાખીને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રીઓ દ્વારા પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂરી સહયોગ અને દાન અર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાની દીકરીઓને શિક્ષણ, રહેઠાણ તથા અન્ય જરૂરી સુવિધાઓ મળી રહે અને તેમના સર્વાંગી વિકાસમાં સહયોગ મળી રહે તે હેતુથી દાતાશ્રીઓ દ્વારા વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂરી કરવામાં આવી હતી. દાતાશ્રીઓનો આ સેવાભાવ અને સહયોગ સંસ્થાની દીકરીઓ માટે પ્રેરણારૂપ તથા સંસ્થાના કાર્યને વધુ મજબૂત બનાવનાર છે.
આ મુલાકાતમાં વી.બી. નારોલા, શાંતાબેન વી. નારોલા, દિનેશભાઈ વી. નારોલા, જયંતીભાઈ વી. નારોલા, ભાવનાબેન જે. નારોલા, ઉત્કર્ષભાઈ જે. નારોલા, જેમિનિબેન યુ. નારોલા, રૂપલબેન એન. નારોલા, ભરતભાઈ એ. નારોલા, ધીરુભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર, તુલસીભાઈ શંકર, છગનભાઈ સીમડીયા (ધામેલવાળા), એલ.બી. ધોળીયા (લાઠી), હરેશભાઈ વાવડીયા (અક્ષર ગ્રુપ) તથા રાકેશભાઈ વાવડીયા (અક્ષર ગ્રુપ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા , તેમજ ભરતભાઈ માંગુકિયા (પરમાર્થ ટ્રસ્ટ – સુરત), પરેશભાઈ ભીંગરાડિયા ( માં સરસ્વતી ગૌશાળા – સીતાપુર પાનસડા ), બટુકભાઈ શિયાણી (સંચાલકશ્રી) તથા વિપુલભાઈ વોરા (આચાર્યશ્રી) સહિત સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોની આ આત્મીય મુલાકાતથી દીકરીઓમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થયો હતો. દીકરીઓના સંસ્કાર, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મળેલું આ માર્ગદર્શન તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બની રહેશે.


















Recent Comments