બાગાયત ખાતા દ્રારા રાજયભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની
મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ર (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં
આવે છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા પણ ચુકવવામાં આવશે, જેનો
લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)
તા.:૧૦/૦૯/૨૦૨૬ થી તા.: ૧૯/૦૯/૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છુક જિલ્લાની
બહેનોએ ઓનલાઇન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેંટ જોડી બાગાયત ખાતાની કચેરીએ રજુ કરવા નાયબ
બાગાયત નિયામક ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
આઈ ખેડૂત પોર્ટલ પર મહિલાઓ બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજના હેઠળ તાલીમ મેળવવા તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અરજી કરી શકશે
















Recent Comments