અમરેલી

ડૉ.અનિલ ભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે.. “જગન્નાથ મંદિર ખાતે અતિ આધુનિક કલાત્મક પંખી ઘર ( બહુમાળી પંખી આવાસ) નું ખાત મુહુર્ત કરાયું”

બોટાદ નુ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર , કૃષ્ણ સાગર તળાવ પાસે મંદિર પરિસર માં  સ્વ. હંસાબેન પોપટભાઈ મીયાણી (પ્રહલાદ ગઢ) તા.ગઢડા સ્વામીના. ના આત્મ સ્મરણાર્થે આધુનિક કલાત્મક  પંખીઘર (બહુમાળી પંખી ઘર) ડો.અનિલભાઈ પટેલ (જ્યોત આંખ ની હોસ્પિટલ બોટાદ ) ના સંપૂણ આર્થિક સૌજન્યથી નિર્માણ પામશે.

       આ ઉમદા કાર્ય માટે આદિજિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને ,અમીજરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન અમદાવાદ ,બોટાદ મહાજન પાંજરાપોળ ની શુભ પ્રેરણા છે.

      આ પંખી ઘર  ભૂમિ પૂજન ખાત મુહૂર્ત વિધિ તા.૧૨/૯/૨૬ ના  રોજ મહાવીર જયંતી  ના પાવન પર્વ અને જોગાનુજોગ ડો.અનિલભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિતે મંદિર ના મહંત રાજગીરી બાપુની ની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવેલ.

    આ ભૂમિ પૂજન ખાતવિધિ માં ડો.અનિલભાઈ પટેલ , શ્રીમતિ કોમલબેન  ,વિકાસભાઈ પટેલ જોડાયેલ.

      આ પ્રસંગે જીવદયા પ્રેમી   મુક્તિધામ નવ નિર્માણ સમિતિ ના ચેરમેન સી.એલ. ભીકડીયા , પ્રમેશભાઈ શાહ , જીતુભાઈ શાહ ,સેજલભાઈ ગોપાણી , તથા જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહેલા. જીવદયા પ્રેમી પ્રમેશ ભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન આપેલ.

Related Posts