અમરેલી

સમાજ માં રાષ્ટ્રીય એક્યતા બધુંત્વ નો દીવો પ્રગટે તરછોડાયેલ તારો બને એ દીવો ક્યારે પ્રગટવીશું ? બાકી થાળી અને તાળી તો આખા દેશે વગાડી હતી

આઝાદી ના 80 વર્ષે ગરીબી ઢાંકવી પડે 80 કરોડ ને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અન્ન પુરવઠો આપવો પડે એ દેશ નો GDP દર ભલે ગમે એટલા ઉંચા દરે આવે પણ વાસ્તવિકતા જુદી છે દેશ ની ખ્યાતનામ વૈજ્ઞાનિક સંસ્થાન માંથી વી આર એસ મેળવનાર ની સંખ્યા અધધ પેસેન્જર વાહનો ની નિકાસ માં ઘટાડો ગત વર્ષ ની તુલના એ 36%  વેહિકલ પેસન્જર વહીકલ માં 17% ઘટાડો માત્ર પાંચ રૂપરડી ની ચા ની ચુસ્કી વાળી કીટલી ચલાવનાર ને કોમર્શિયલ બોટલ ત્રણ હજાર માં પાંચ પાંચ રૂપિયા થી ઉભા કેમ થાય? ડિજિટલ ઇકોનોમી વચ્ચે બોજ વધારો સામાન્ય ગ્રાહક ઉપર અસર નહીં ની વાત ખરી નથી પાઘડી નો વળ છેડે જ આવે ચાર્જ વેપારી પાસે થી વસુલાશે પણ વેપારી તો ગ્રાહક પાસે થી નહીં વસુલ? તો શુ પોતે ભોગવશે? તાજેતર માં રાજસ્થાન ની  નગર નિગમ ની સામાન્ય ચૂંટણી ના પરિણામો એ લોક પ્રિયતા બતાવી હું જે કરું તે સુશાશન છે અને હું કહું છું કે વિકાસ થયો છે અને મે કર્યો છે માટે તમારે માનવાનું કે વિકાસ થયો છે સુજલામ સુફલામ યોજના વિશે તો સૌ કોઈ જાણે છે રાજ્ય માં ધોલેરા બહુચરાજી માંડલ સહિત 14 જેટલાં સર ભાડભૂત બેરેજ ત્રીસ મીટર પહોળા રસ્તા 6 લેન કલાઈમેટ ચેન્જ મોસમ પરિવર્તન વિભાગ મોસમ બદલ રહા હૈ કુદરતી સંપદા ઓ પાણી ઉપર સરકારી અધિકારો? એસ ઈ ઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એસ આઈ આર ઇન્વેસ્ટમેન્ટ રીજીયન સર ડી એમ આઈ આર સી  દિલ્હી મુંબઈ ઇન્વેસ્ટમેટ કોરીડોર પીસીપી આઈ આર પેટ્રોલિયમ કેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઈન્વેટમેન્ટ રીજીયન આવા અનેક નામો થી સરકારી પડતર ગોચર ની જમીનો ખાનગી હિત સબંધ ધરાવતા કંપની માલિકો ને પધરાવી દેવા નત નવા નામો આપી તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી યોજના બની આજે કોઈ સભારતું નથી સરકારી હોસ્પિટલો આરોગ્ય ધામ નું ખાનગી કંપની ઓને અપાયેલ સંચાલન ઉચ્ચ શિક્ષણ અંધારું સેમેસ્ટર સિસ્ટમ ખાનગીકરણ જેવી બાબતો નો ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિવ સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશન સહિત માંથી અનેક જગ્યા એ વિરોધ કરતા નિવેદનો આવ્યા શાળા પ્રવેશોત્સવ પછી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે લાખો શાળા ઓ બંધ કરાય અથવા એકજ શિક્ષક થી ચાલતી અનેક શાળા ઓમા એક થી આઠ ધોરણ ના છાત્રો વિદ્યા અભિયાસ કરે ત્યાં કેવી અસમંજસ ઉભી થતી હશે? ઔદ્યોગિક એકમો ને આકર્ષવા દેશ દેશાવર થી ઉદ્યોગપતિ ને બોલાવાતી પરિષદો પાછળ જે ખર્ચ કરાય તેની સામે મૂડી રોકાણ કે રોજગારી એકમો ઉભા થાય છે ખરા? “મર્યાદાતીતં ન કદાચપિ વિશ્વસેત” અતિ બોલી વિશ્વાસ ભંગ કરવું ખુરશી કરતા તેમાં બેસનાર વ્યક્તિ ખુબ મોટો હોવો જોઈએ દરેક સિદ્ધિ ઓનો શ્રેય મેળવી લેવા તત્પર નેતા એ સેવા ની ધૂણી ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા ઓની સેવા કેમ નહીં દેખાતી હોય ભીક્ષુક મુક્ત વ્યવસ્થા એ સરકારી સિદ્ધિ નથી પણ ઠેર ઠેર ઉભી થયેલ સંસ્થા ઓની દેન છે 10-15 વર્ષ પહેલા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ ફૂટપાથ ઉપર લધર વધર ઉન્નત જોવા મળતા તે સંપૂર્ણ સેવા નો શ્રેય રાજ્ય કે દેશ ની અનેક અનેક સંસ્થાન દ્વારા માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી આવી લાખો વ્યક્તિ ઓને માનવ સમાજ ના મૂળ પ્રવાહ સાથે જોડી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવા અનેક કર્મવીરો કામ કર્યું ટૂંક માં સરકાર સમાંતર સરકાર સાબિત થતી શ્રેય માર્ગે ચાલતી સામાજિક સ્વેચ્છિક ધાર્મિક અનેક સંસ્થાન દ્વારા થયેલ પ્રવૃત્તિ ને નકારી શકાય નહીં અને સદ પ્રવૃત્તિ ઓને સરકારી સિદ્ધિ ઓમા ખપાવી શકાય નહીં દેશ ની સુવ્યવસ્થા ની કસોટી તેના કેટલા કરોડ પતિ છે એ નહીં પણ તેની આમ જનતા માં ભૂખમરો ના હોય એ છે જરૂર છે ખરા વિવેકવાદ ની પ્રાચીન ઋષિ મુનિ ઓના ઉપદેશ ની અવગણના નથી પણ વૈજ્ઞાનિક અભિગમ ની અવશ્યકતા ઓ છે સ્થળ સમય સજોગ પ્રમાણે ઉચિત નિર્ણય ની જરૂર જ્ઞાનચંદ સત્ય જાણતો ન હોય બધું જાણતો હોવા નો ડોળ જ્ઞાનચંદ રાયચંદ હુકમચંદ કરતા કરમચંદ બનો મેઈક ઈન ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડપ ઇન્ડિયા જેવી અનેક લોભામણી સ્કીમ પછી સંકલ્પ સિદ્ધ કેટલો? ઉધમે ન હી સિધ્યનિત કાર્યાણિ ન મનોરથેં ફક્ત મનોરથ સેવવા થી કાર્ય સિદ્ધ થતા નહીં ફોટો સેશન નહીં પણ ઉધમ મહેનત કરવી પડે 

“નીતિ તારી સમીપ ધાજો હૈયા ના પ્રત્યેક સંપદને તારા નામ રટાજો શ્રદ્ધા કેરા દિપક નવ કદીયે ઓલવાજો” અપ્પ દિવો ભવ તારો દીવો તું જાતે જ બન દીવો બોલતો નથી પણ સ્વયંમ પ્રકાશે છે બીજા ના દિલ માં દીવો પ્રગટે એજ ખરું અજવાળું છે સામાજિક સોહર્દ નો દીવો ક્યારે પ્રગટાવીશું? બાકી થાળી અને તાળી તો આખા દેશે વગાડી હતી જરૂર છે વિવેકવાદ ની સમાજ ને સજ્જન દોરે તો સિદ્ધિ વરે 

Related Posts