અમરેલી

ગજેરા કેમ્પસ–વિદ્યાસભા જ્ઞાનશક્તિ રેસી. સ્કૂલ ખાતે બાળકોની સર્જનાત્મકતા અને આનંદ માટે! આકર્ષક સમર કેમ્પ 2026નું ભવ્ય આયોજન

તા. 23 એપ્રિલ 2026, ગુરુવારના રોજ અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા અને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સના સંયુક્ત ઉપક્રમે સમર કેમ્પ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસ, કલા, સાહિત્ય, નેતૃત્વ તાલીમ,શરીરિક માનસીક વિકાસ લક્ષી અને કૌશલ્ય વર્ધક અનેકવીધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ સાથે,સ્વરક્ષા તાલીમ, સ્વિમિંગ, હોર્સ રાઈડીંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોમાં આનંદ અને ઉત્સાહ વધારવા સાથે તેમના સર્વાંગી વિકાસમાં સહાયક બની રહી છે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મનોહરસિંહ ગોહિલ સાહેબ, FRC કમિટીના મેમ્બરશ્રી મુકુંદભાઈ મહેતા સાહેબ, સંસ્થાના મંત્રીશ્રી ચતુરભાઈ ખૂટ, ખોડાભાઈ સાવલીયા તેમજ કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી અને ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમર કેમ્પનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે આવતી 2 મે સુધી શરુ રહેશે. વિદ્યાર્થીઓને ટી-શર્ટ,ટોપી,સમરકેમ્પ સર્ટીફીકેટ, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા પ્રેરાય તે માટે સમર કેમ્પ માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી “ડૉ.જીવરાજ મહેતા પ્રતિભા કસોટી”ના તમામ લાભ આપવામાં આવશે.જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર 5100/-,દ્રિતીય નંબર 2100/-, અને તૃતીય નંબર 1100 તેમજ આ સંસ્થાની સ્કૂલ ફિ 10 થી 30 % સુધી માફી તેમજ JMPK નું સર્ટીફીકેટ આપવામાં આવશે. મુખ્ય મહેમાનશ્રી મનોહરસિંહ ગોહિલ સાહેબ દ્વારા સંસ્થાના વિકાસ તથા વિદ્યાર્થીઓને મળતી અદ્યતન સુવિધાઓ A.I આધારિત સ્માર્ટ ક્લાસ દ્વારા આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જયારે અન્ય શાળાઓમાં શૈક્ષણિક વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અહીંના વિદ્યાર્થીઓ સમર કેમ્પનો સદુપયોગ કરી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ “ડૉ.જીવરાજ મહેતા પ્રતિભા કસોટી” જેવી શૈક્ષણિક કસોટીઓનું વિશેષ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે.
સંસ્થાના શ્રેષ્ઠ શૈક્ષણિક આયોજન અને મેનેજમેન્ટ અંગે પ્રશંસા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કારપૂર્ણ વાતાવરણ પૂરૂં પાડવામાં સંસ્થા અગત્યની ભૂમિકા ભજવી રહી છે.
નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં CET અંતર્ગત શાળા પસંદગીમાં ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સંચાલિત જ્ઞાનશક્તિ-01 અને જ્ઞાનશક્તિ-02ને વિશેષ પ્રાધાન્ય મળ્યું છે. સંસ્થામાં ભાઈઓ અને બહેનો માટે અલગ અને સુવ્યવસ્થિત નિવાસ વ્યવસ્થા તેમજ વિવિધ ઉજવણી કાર્યક્રમો સુચારૂ રીતે સંચાલિત કરવામાં આવે છે, જેના કારણે વાલીઓમાં સંસ્થાની ગુણવત્તા પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે.
આ આયોજનને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણીએ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts