વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષની જનસેવાને બિરદાવવા તા. ૧૭ સપ્ટેમ્બરથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાના રક્તદાન કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તમામ કેમ્પમાં જિલ્લાના નાગરિકો અને રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના પરિણામે સમગ્ર જિલ્લામાંથી કુલ ૩૩૬ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ એકત્રિત થયેલું લોહી આગામી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ ઇમરજન્સી સેવાઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકાવાર થયેલા રક્ત કલેક્શનની વિગતો મુજબ, જાફરાબાદ તાલુકાના બંદર જેટી (પીપળી કાંઠા) ખાતે રક્તદાતાઓના ભારે ઉત્સાહ વચ્ચે સૌથી વધુ ૧૦૪ યુનિટ રક્ત એકત્રિત થયું હતું.
જ્યારે બાબરા તાલુકામાં પી.એચ.સી મોટા દેવળિયા ખાતે ૩૭ યુનિટ અને સી.એચ.સી બાબરા ખાતે ૩૨ યુનિટ મળીને કુલ ૬૯ યુનિટ, તેમજ અમરેલી તાલુકામાં પી.એચ.સી વાંકીયા ખાતે ૧૫ યુનિટ રક્તનું કલેક્શન કરવામાં આવ્યું હતું.















Recent Comments