અમરેલી

રાજ્યનાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અમરેલીનાં વન ચેતના કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અમરેલીનાં ચિતલ રોડ ખાતે આવેલાં વન
ચેતના કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શહેર ભાજપ પ્રમુખ અને આગેવાનોએ માન. મંત્રીશ્રીનું પ્રેરણાનાં પુસ્તકો દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું. વન
વિભાગનાં અધિકારી-કર્મચારીઓ દ્વારા મંત્રીશ્રી મોઢવાડિયા સાહેબનાં હસ્તે “એક પેગ માં કે નામ” અંતર્ગત પ્રાંગણમાં
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મંત્રીશ્રીએ નર્સરીમાં આંટો મારી નાનાં રોપ, વૃક્ષ ઉછેર, ફૂલ છોડ, ખેતી અને ખેડૂત
તાલીમ સંલગ્ન વ્યવસ્થા વગેરે વિશે બારીકાઈથી જાણકારી મેળવી હતી.
આ તકે જિલ્લા ભાજપનાં ઉપાધ્યક્ષ દીપક વઘાસિયા મંત્રી ક્રિષ્ના મકવાણા, મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટી, શહેર
ભાજપ પ્રમુખ વિજય ચોટલીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સંદીપ માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલ પોપટ,
કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય, સદસ્યો પરેશ દાફડા, રવિરાજ શેખવા, પંકજ સોલંકી, તુષાર વાણી, યુવા મોરચાનાં
આકાશ જોષી, સ્મિત લાખાણી ક્રિષ્ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts