અમરેલી

તહેવારો પૂર્વે સાવરકુંડલાના બિસ્માર રોડ-રસ્તા તાત્કાલિક રિપેર કરવા નગરપાલિકા સદસ્યા મેધાબેન ગઢીયાની માંગ

આગામી નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં-૮ ના સદસ્ય મેધાબેન એચ. ગઢીયા દ્વારા ચીફ ઓફિસરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.  

​રજૂઆતમાં જણાવ્યા મુજબ, ચોમાસાના વરસાદ બાદ શહેરના મુખ્ય રોડ તેમજ વોર્ડ નં-૮ સહિતની અંતરિયાળ શેરીઓમાં ડામર ધોવાઈ જતાં મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો, મહિલાઓ, બાળકો અને વડીલોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તથા તહેવારો દરમિયાન ભીડ દરમિયાન અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે.  

​જનહિતને ધ્યાને રાખીને, નગરપાલિકાના એન્જિનિયરિંગ અને બાંધકામ વિભાગને તાત્કાલિક સૂચના આપી યુદ્ધના ધોરણે પેચવર્ક અને રસ્તા રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Related Posts