દિવાળી-૨૦૨૬ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઈચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાના
વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે
કે, આગામી તા.૦૮/૧૧/૨૦૨૬ના દિવાળીના તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના
પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૨૩/૧૦/૨૦૨૬ સુધીમાં પાસપોર્ટ સાઈઝના ૨ (બે)
ફોટા, ધોરણસરની પરવાના ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ/ચુંટણી કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ
પૈકી કોઈપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાના નકશા સાથે નિયત નમુનામાં અરજી
ફોર્મ રજીસ્ટ્રી શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.
આ માટે ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવાનું નિયત નમુનાનું અરજી ફોર્મ જાહેર રજા સિવાયના
દિવસે કચેરી સમય દરમ્યાન ડી.એમ. શાખા, કલેક્ટરેટ, ભાવનગરમાંથી અને જવાહર મેદાનની જમીન
ભાડેથી મેળવવા માટેનું નિયત નમુનાનું અરજી ફોર્મ મહેસુલ શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેથી
રૂબરૂમાં મેળવી લેવાનું રહેશે અને નિયત અરજી ફોર્મ સાધનિક કાગળો સાથે (ત્રણ નકલમાં) રજીસ્ટ્રી શાખા,
કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે તા.૨૩/૧૦/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ મુદ્દત વિત્યા બાદ
કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટણી યાદીમાં જણાવાયું છે.
દિવાળી તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા પરવાના મેળવવા માટે તા. ૨૩ ઓકટોબર સુધીમાં અરજી કરી શકાશે
















Recent Comments