ભાવનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: ભાવનગર, મતગણતરીના દિવસે ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવા તથા મોબાઈલ, સેલ્યુલર ફોન, કોડલેસ, વગેરે ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ
ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,
મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન
તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ મળેલ
સત્તાની રૂઇએ ફરમાવ્યું છે કે,(૧) મતગણકારી સ્થળ અને તેની આજુબાજુમાં ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં
મતગણતરીના દિવસે સવારના કલાક ૬:૦૦ થી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ
રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમાં એકઠા થવુ નહી,સભાઓ ભરવી નહી.
(૨) મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યકિત
મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન. કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન વગેરે ઉપકરણો સાથે લઇ જઈ
શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી.
જાહેરનામાં અનુસાર, ક્રમ નં.(૧) થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી/
અધિકારીઓ/મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પુરતો લાગુ પડશે નહી.
ક્રમ નં.(ર) થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી/ અધિકારીઓને
મતગણતરી સ્થળ પુરતો લાગુ પડશે નહી.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ
૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોના મતગણતરી કેન્દ્ર તથા તેની
આજુબાજુના ૨૦૦ મીટરમાં આવેલ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામું તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરીના દિવસથી મતગણતરી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી
અમલમાં રહેશે.

Related Posts