રાજય અને રાષ્ટ્રિય સહકારી ક્ષેત્રના અગ્રણી, પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ પોતાની સાદગી અને બાળપ્રેમનો પરિચય આપીને લોકોના દિલ જીતી લીધા છે. ભાજપના કાર્યકર બાબુભાઈ હિરપરાના ખબરઅંતર પુછવા તેમના નિવાસ્થાને પહોચેલા દિલીપભાઈ ને શેરીના બાળકો ઘેરીવળ્યા હતા. ગાડીમા કાયમ ચોકલેટ રાખતા હોઈ શહેરના અને ગ્રામ્ય પ્રવાસમા બાળકોને ચોકલેટ વહેચતા હોવાથી બાળકો એકઠા થતા તે મુજબ શેરીના બાળકો એકઠા થયેલા તે પૈકી એક બાળકે ગાડીમા બેસવાની ઈચ્છા દર્શાવતા સમગ્ર બાળટીમને પોતાની ગાડીમા બેસાડી શહેરની સફર કરાવી સાથોસાથ ચોકલેટ વહેચતા બાળકો ખુશાલીથી ઝુમી ઉઠયા હતા.
શેરીના ભૂલકાઓની સાથે બાળપ્રેમ છલકાવતા દિલીપ સંઘાણી ગાડીમા શહેરની સફર, ચોકલેટ વહેચી


















Recent Comments