દામનગર ગુજરાત રાજ્ય પ્રકૃતિ મિત્ર એવોર્ડ સન્માન
1000 થી વધુ શાળાઓ પર્યાવરણ અભિયાનમાં જોડાઈ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર માં એકજ દિવસે 1000 થી વધુ શાળાઓમાં એક સાથે વૃક્ષારોપણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.આ 235 પ્રકૃતિ મિત્રોને રવિવારે હડાદ માં સન્માન પત્ર અપાયા હતા. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની પ્રેરણા અને આશીર્વાદ થી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પ્રકૃતિ મિત્ર એવોર્ડ નો સન્માન સમારોહ હડાદ ના વાત્સલ્ય ધામ શિક્ષણ અને સેવા સંકુલ ખાતે યોજાયો હતો.મુખ્ય મહેમાન શ્રી શોભનાબેન બારૈયા સાંસદ શ્રી, કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડબ્રહ્મા ના સૌજન્ય થી યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ,જીવદયા અને જાગૃતિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા શિક્ષકો, ખેડૂતો, વેપારીઓ, અધિકારીઓ અને સંસ્થાઓ અને પ્રતિનિધિ ઓ ને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે માંકડી ની રિહેન એચ.મહેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ રાકેશભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ મિસ્ત્રી ને પણ પર્યાવરણ ક્ષેત્રે યોગદાન બદલ એવોર્ડ એનાયત કરાયો હતો. ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ગુજરાત ની 1000 થી વધુ, મહારાષ્ટ્ર ની 150 અને રાજસ્થાન ની આશરે 5 શાળાઓને પર્યાવરણ અભિયાનમાં જોડી હતી.આ શાળાઓમાં 25 ઓગસ્ટે એક સાથે વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. જેમાં શ્રી આંસોદર પ્રાથમિક શાળા તા.લાઠી જિ . અમરેલી ના આચાર્ય સુરેશકુમાર નાગલા ને વિના મૂલ્યે એવોર્ડ આપી સન્માનિત થતાં શાળા પરિવાર ગૌરવ ની લાગણી અનુભવે છે.આવો સૌ સાથે મળી હરિયાળા ગુજરાતને નંદનવન બનાવીએ



















Recent Comments