ગુજરાત

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલ અંતર્ગત યુવા સંગમ કાર્યક્રમ અન્વયે ચંદીગઢનું 40 વિદ્યાર્થીઓનું છાત્ર પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરતી ‘યુવા સંગમ’ પહેલ અંતર્ગત ચંડીગઢથી આશરે 40 સભ્યોનું વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ સંસ્થાકીય પ્રતિનિધિઓ સાથે તા. 10 થી 16 ઑક્ટોબર, 2026 દરમિયાન ગુજરાતની મુલાકાતે છે.આ છાત્ર પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને સચિવશ્રી ડૉ. અજય કુમાર પણ આ વેળાએ જોડાયા હતા. 

દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, સંવાદ, રાષ્ટ્રીય એકતા અને પરસ્પર સમજણની ભાવનાને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી ‘યુવા સંગમ’ પહેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે કરી છે. 
 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ  યુવા વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં તેમને જીવનમાં સકારાત્મકતા સાથે પ્રગતિ સાધવા તેમજ ગુજરાતની વિકાસયાત્રાની તેમણે કરેલી અનુભૂતિ અંગે પોતાના રાજ્યમાં ખુલ્લા મને ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. 

Related Posts