ગામડા ઓ જીવંત બનશે સમાજિક સોહર્દ સ્વાદિતા વધશે પરસ્પર દરેક સમાજ ના વ્યક્તિ ઓને મળવાથી બનશે આત્મીયતા વધશે વિજય માંગુકિયા પાટીદાર સેવા સંધ
સુરત પાટીદાર સેવા સંધ દ્વારા આયોજિત શક્તિ પર્વ નવરાત્રી નું અનોખું આયોજન હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ના પર્વચક્ર માં આવતા દરેક તહેવારો માં જીવદયા દાન પરોપકાર નું અનુમોદન કરે છે દરેક તહેવાર કંઈક ને કંઈક સદક્રમ નો સંદેશ આપે છે તેમાંય શક્તિ પર્વ નવરાત્રી એટલે માં જગદંબા ની સાધના નું વિશેષ મહત્વ છે જયારે અસુરો ઉપર વિજય પ્રાપ્તિ માટે દેવતાં ઓએ પણ શક્તિ ની સાધના કરી મહીષાસુર અસુર ના નાશ માટે શક્તિ ની આરાધના કરાય હતી જયારે સામાજિક સંરચના માં આમુલ પરિવર્તન માટે કોઈ પહેલ કરવી હોય તેમાય બહેનો ના માધ્યમ થી ઘર ઘર સુધી આવો સંદેશો પહોંચાડવા માટે સૌથી મોટો મેળાવડો એટલે નવરાત્રી સમગ્ર સૌરાષ્ટ્ર ના ગામડા માં પ્રાણ પૂર્તિ ગ્રામીણ સંસ્કૃતિ ને જીવંત રાખવા સમસ્ત પાટીદાર સેવા સંધ દ્વારા નમૂના રૂપ આયોજન સુરત ખાતે કરાયું જેમાં જૂની પરંપરા રૂઢિ રિવાજ ને તાદ્રશ્ય કરાવતા પ્રાચીન અર્વાચીન સમય ની ઘર વકરી ખેત ઓજાર ગ્રામીણ હાટ પશુપાલન જેવી દરેક ચીજવસ્તુ ઓનું વિશાળ કલેક્શન અને નવરાત્રી મહોત્સવ માં સેલ્ફી ઝોન ઉભા કર્યા ખુબ આકર્ષણ જગાવતી પાટીદાર સેવા સંધ આયોજિત નવરાત્રી માં ગ્રામીણ સંસ્કૃતિ પરંપરા ઓને જીવંત રાખવા ના ઉજળા અભિગમ થી આબેહૂબ ગામડા નું સર્જન કરતી અનોખી નવરાત્રી મહોત્સવ ની થીમ ઉભી કરતા પાટીદાર સેવા સંધ ની વ્યવસ્થા શક્તિ થી આફરીન થઈ વાહ વાહ નો ઉદ્દગાર ઉચ્ચરતા લોકો
પાટીદાર સેવા સંધ આયોજિત નવરાત્રી મહોત્સવ દ્વારા સુંદર સંદેશ આપતા વિજયભાઈ માંગુકિયા એ જણાવ્યું હતું કે માતૃભૂમિ સ્વર્ગ થી પણ ચડીયાતી હોય છે વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં આ નવરાત્રી દ્વારા સમસ્ત માનવ સમાજ ને એક સંદેશ આપતા માંગુકિયા એ જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન બે વખત ગામડા ની મુલાકાત દરેક પરિજનો એ લેવી જ્યા ભણ્યા ગણ્યા જ્યા બાળપણ વિતાવ્યું હોય તે જગ્યા ની અનુભૂતિ કંઈક અલગ જ હોય ગામડા ધમધમતા બને ગામડા માં ચહલ પહલ વધે સાત્વિક આહાર વિહાર કૃષિ પશુપાલન માતૃભૂમિ પ્રત્યે લગાવ લાગણી જળવાતી રહે જેવા સર્વોદય નું આચરણ વધે ભૌતિકતા ની દોટ માં સાંસ્કૃતિક વારસા ની ભવ્ય વિરાસત અને દિવ્યતા ને ઝાંખાપ ન લાગે ગ્રામીણ સંસ્કૃતિ ને જીવંત રાખવાના ઉમદા પ્રયાસ ને સર્વત્ર આવકાર સાથે કુતહુલ જગાવ્યું હતું દરેક વસ્તુ સાથે લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા હતા આ માત્ર એક પ્રદર્શન નહીં પણ સુદર્શન છે આપણને આપણી વ્યવસ્થા કુટુંબ પરિવાર ગ્રામ ભાવના પ્રત્યે સ્મૃતિ કરાવતો સંદેશ છે સમસ્ત પાટીદાર સેવા સંધ ના દ્વારા આયોજિત અનોખા નવરાત્રી મહોત્સવ ભારે આકર્ષણ જમાવ્યું છે હજારો લોકો રાત્રી એ દુરસદુર થી પાટીદાર સેવા સંધ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે પધારે છે અભિભુત થઈ ખુબ ખુશી વ્યક્ત કરે છે

















Recent Comments