અમરેલી

અમરેલી અને ખાખરિયામાં ‘મહિલા કિસાન દિવસ-૨૦૨૬’ ની ઉજવણી

અમરેલી જિલ્લા કક્ષાએ અને બાબરા તાલુકાના ખાખરિયા ગામે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ‘મહિલા કિસાન દિવસ’ ની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. “વિકસિત કૃષિ અને વિકસિત ભારતના નિર્માણમાં મહિલા ખેડૂતોની ભૂમિકા” ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં ખેતી ક્ષેત્રે મહિલાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આત્મા (ATMA) ડિરેક્ટોરેટ અને સમેતી (SAMETI) ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, આત્મા અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહિલા ખેડૂતો માટે કૃષિ ભવન, નવી દિલ્હી ખાતેથી યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું વિશેષ લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવ્યુ અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કૃષિ નિષ્ણાતોએ વિશેષ હાજરી આપી હતી. જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એમ.જેડ.ઝીડ, કે.વી.કે.ના વડા ડો. મીનાક્ષીબેન બારૈયા, ડીપીડી આત્મા શ્રી દિલીપભાઈ ચાવડા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર તેમજ માર્કેટિંગ મેનેજર, બાબરા તાલુકાના બીટીએમ, ટીપીએમ, અને એગ્રીકલ્ચર ઓફિસર શ્રી એસ. જી. બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો અને વક્તાઓએ ખેતીમાં મહિલાઓના અમૂલ્ય ફાળા અને પ્રાકૃતિક (કેમિકલ મુક્ત) ખેતીના મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મહિલા જૂથો આર્થિક રીતે પગભર થાય, તેમની પ્રાકૃતિક ખેત પેદાશોના બજારમાં વધુ સારા ભાવ મળે અને તેઓ કૃષિ આધારિત નવા વ્યવસાયો શરૂ કરી શકે તે માટે તેમને પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Related Posts