ગુજરાત

થાનગઢ ખાતે ધર્મસત્તાની ગર્જના સાથે ચતુર્થ ધર્મસત્તા દિવસ ની ભવ્ય ઉજવણી જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત આયોજન. દેશ દેશવાર માંથી સાધુ સંતો ની ઉપસ્થિતિ

સુરેન્દ્રનગર થાનગઢ ખાતે ધર્મસત્તાની ગર્જના સાથે ચતુર્થ ધર્મસત્તા દિવસ ની ભવ્ય ઉજવણી

દેશ–વિદેશના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને અપાવ્યો વૈશ્વિક ગૌરવ

ગુરુ વંદના મંચ તથા જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ ચતુર્થ ધર્મસત્તા દિવસોની ઉજવણી અત્યંત ભવ્ય, શિસ્તબદ્ધ અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાઈ. કાર્યક્રમમાં દેશ ઉપરાંત વિદેશમાંથી પધારેલા સંતો, મહંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિએ ધર્મસત્તાના સંદેશને વૈશ્વિક સ્તરે પ્રગટ કર્યો.આ અવસરે  ઉપસ્થિત  ડી.જી. વણઝારા  યુ.કે થી રાજરાજેશ્વરી ગુરુજી . ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિત સુરત થી પ્રદીપ મહારાજ, નિજાનંદ મહારાજ, અલ્પેશ મહારાજ તેમજ જાપાનથી ઉપસ્થિત વિભાવ કાન્ત ઉપાધ્યાય સહિત અનેક મહાનુભાવોએ કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.

ધર્મસત્તા દિવસોની ઉજવણી દરમિયાન ગુરુ-શિષ્ય પરંપરા, માનવ મૂલ્યો, આત્મજાગૃતિ અને સમાજને સનાતન સંસ્કારોથી જોડવાનો દ્રઢ સંદેશ આપવામાં આવ્યો. સંતોના પ્રવચનો અને આશીર્વચનો દ્વારા હાજર ભક્તજનો આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત થયા હતા.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આયોજક સંસ્થાઓ દ્વારા તમામ સંતો અને મહાનુભાવોને સન્માનિત કરી ધર્મ, સંસ્કૃતિ અને સંઘટનના આ મહાપર્વને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી મુખ્ય વક્તા તરીકે વંદના મંચ એટલે કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન થયો અને તારીખ 27 ધર્મ સત્તા દિન તરીકે ઉજવાયો આ પ્રકારનો ડીજી વણઝારા દ્વારા કાર્યક્રમ જોગધ્યાન આશ્રમ થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વક્તવ્ય સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા સંતો ધર્મ રક્ષિત રક્ષિત નો હદય સ્પર્શી સંદેશ સાથે દેશદેશાવર થી પધારેલ અનેક સંતો ની ઉપસ્થિતિ વચ્ચે ધર્મસત્તાની ગર્જના સાથે ચતુર્થ ધર્મસત્તા દિવસ ની ભવ્ય ઉજવણી અને દિવ્ય ઉજવણી સંપન્ન કરાય હતી

Related Posts