અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અમરેલી માટે ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦ થી સ્નાતક (૦૧ થી ૦૨ વર્ષનો અનુભવ) લાયકાત ધરાવનાર તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશન શાપર રાજકોટ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૫ થી ધોરણ ૯, એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ તમામ, સ્નાતક, ડિપ્લોમા, બી.ઈ અને બી.ટેક શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. ૦૬.૦૨.૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન અમરેલી ખાતે રોજગાર મેળો યોજાશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


















Recent Comments