ગુજરાત

સુરત કિરણ કરુણા હોસ્પિટલ ના સહકારથી હોમગાર્ડ્ઝ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

સુરત કિરણ કરુણા હોસ્પિટલ ના સહકારથી હોમગાર્ડ્ઝ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું સુરત જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ જણાવ્યું હતું કે સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સુરત સંચાલીત કિરણ કરુણા હોસ્પિટલ ના મુખ્ય દાતા વલભભાઈ લખાણી  કિરણ હોસ્પિટલ અને કિરણ મેડિકલ કોલેજ રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા પદ્મશ્રી મથુરભાઈ સવાણી મનજીભાઈ લખાણી ના સહયોગથી સુરત શહેર ના ડી ઝોન યુનિટના ૯૨ હોમગાર્ડ્ઝ જવાનો અને તેમના પરિવાર માટે નિઃશુલ્ક માં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન સવારે ૭-૦૦  થી ૧૦-૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં હોમગાર્ડઝ જવાનો માટે સુગર, બ્લડ પેશર, વધ ઘટ વજન તેમજ અન્ય બીમારીઓ નું નિદાન કરવામાં આવ્યું હતું ,સાથે જો વધારે કોઈ તપાસ કરવામાં આવે તો તે પણ કિરણ હોસ્પિટલ માં થઈ શકશે. સ્વસ્થ જીવન માટે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે। દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવો અને શુદ્ધ પાણીનો ઉપયોગ કરો સમયસર આરોગ્ય તપાસ અને રસીકરણ કરાવવું જરૂરી છે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો, તણાવથી દૂર રહો અને સકારાત્મક વિચારો અપનાવો “સ્વસ્થ શરીર જ સુખી જીવનની ચાવી છે આ કેમ્પ ની વ્યવસ્થા ડો મુકેશભાઈ પટેલ ના સહકાર થી સક્ય બનેલ.પદ્મશ્રી મથુરભાઈ સવાણી એ જણાવેલ કે સુરત શહેરની નિષ્કામ સેવા કરી રહેલ હોમગાર્ડ્ઝ ને અભિનદન આપું  છું તેમજ તેમના સ્વથની ચકાસણી કરવી તે કિરણ હોસ્પિટલ ની ફરજ છે.આ આયોજનમાં સુરત શહેર સબ ઇન્સ્ટ્રકટર શ્રી જયદીપભાઈ કાતરીયા તથા ડી ઝોન યુનિટના ઓફિસર કમાંન્ડીગ જયંતીલાલ એચ દવે ,ડી ઝોન યુનિટના પ્લાટુન કમાન્ડર  ચિરાગભાઈ ધાનાણી તથા પા. ટા. ક્લાર્ક શ્રી એમ વાય મુલતાની તથા પ્લાટુન સાર્જન  માણેકભાઈ ખંતવાસે તથા NCO શ્રી અને હોમગાર્ડઝ જવાનો ઉપસ્થિત રહ્યાં હતા કિરણ કરુણા હોસ્પિટલ ના કેમ્પ માં મદદ રૂપ થનાર ડોક્ટર , નર્સ અને અન્ય લોકોઆભાર  વ્યક્ત કરેલ 

વંદે માતરમાં ના ગીત સાથે સરૂ કરેલ આ કર્યા ક્રમ ભારત માતા ની જે  અને જન ગણ ગીત ગાય કાર્યક્રમ પૂર્ણ કરેલ

Related Posts