ગુજરાત

ભચાઉના કબરાવ શક્તિપીઠ શ્રી મોગલધામ પધાર્યા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી

કચ્છ ના ભચાઉ શક્તિપીઠ શ્રી મોગલધામ પધારતા સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો દેશ દેશાવર માં  સાત્વિક  શ્રદ્ધા થી બાધા આખડી માનતા માટે જાણીતા શક્તિપીઠ શ્રી મોગલધામ સમગ્ર વિશ્વમાં જેમની ઉર્જા વિદ્યામાન છે અને સૌરાષ્ટ્ર કચ્છ ના સમગ્ર સનાતની ભક્તો ની આસ્થા નું કેન્દ્ર એટલે મોગલધામ કબરાવ ના મહંત ચારણરૂષી મણીધરબાપુ ના દશૅન અને મુલાકાત નો લાભ પરમ વિદ્વાન અને રાષ્ટ્રીય સેવાના ભેખધારી વંચિતો ના વિઠ્ઠલ એવા પુજ્ય માર્ગિયસ્મિત સ્વામીએ લીધી હતી પુજ્ય માર્ગિયસ્મિત સ્વામી એ  ચારણ રૂષિ મણીધરબાપુ ને એકતારો ભેટ આપી ને આનંદ અહોભાવ વ્યક્ત કર્યો. બન્ને સંતો એ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી ને સેવાના કાર્યો વધુ ને વધુ થયા કરે એવી શુભેચ્છાઓ સેવી હતી 


Related Posts