ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક શકમદ ઇસમને તાંબા, પિત્તળ તથા કાંસાના વાસણો
સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા રાજુલા તાલુકાના
કડીયાળી ગામે એક રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરી કરેલની કબુલાત આપતા,
પીપાવાવ મરીન પો.સ્ટે.માં રજી. થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં
એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
સંજયભાઇ ઉર્ફે સુનીલ ધનજીભાઇ ખસીયા, ઉ.વ.૨૫, રહે.કડીયાળી, તા.રાજુલા,
જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
ત્રાંબા, પિત્તળ અને કાંસાના વાસણો મળી કુલ કિં.રૂ.૧૫,૨૪૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ગુનાની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) પકડાયેલ આરોપી આજથી આશરે વીસેક દિવસ પહેલા રાત્રીના આશરે એકાદ
વાગ્યના અરસામાં પોતાની બાજુમાં રહેતા દિનેશભાઇ કાનાભાઇ ધાખડાના રહેણાંક
મકાનમાં દિવાલ કુદી, રૂમના દરવાજાનું તાળુ તોડી, તાંબા, પિત્તળ તથા કાંસાના
વાસણોની ચોરી કરેલાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા પીપાવાવ
મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૬૦૨૩૮/૨૦૨૬, બી.એન.એસ. કલમ
૩૩૧(૪), ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ ઇસમ નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૩૪૯/૨૦૨૫, બી.એન.એસ. કલમ
૨૯૬(બી), ૩૫૨, ૩૫૬(૨), ૫૪ મુજબ.
(૨) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૬૦/૨૦૨૪, આઇ.પી.સી. કલમ
૩૭૯ મુજબ.
(૩) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૫૫/૨૦૨૪, આઇ.પી.સી. કલમ
૩૮૦ મુજબ.
(૪) જાફરાબાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૫૦૧૬૫/૨૦૨૫, બી.એન.એસ.
કલમ ૩૫૧(૩), ૩૫૨, ૫૪ મુજબ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હિમાસીયા,
તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.













Recent Comments