ભાવનગર

લસર પ્રાથમિક શાળા દ્વારા પાંડેરીયા પ્રાકૃતિક શિબિરનું થયું આયોજન

ફુલસર સરકારી પ્રાથમિક શાળા એક અનોખી પ્રાથમિક શાળા છે તેની ફરી વખત એક છાપ ઊભી કરતી ફુલસર પ્રાથમિક શાળાના બાળકો પાંડેરીયા પ્રાકૃતિક શિબિરનું આયોજન કરી. ત્યાં બાળકોને પ્રકૃતિની સાથે જ્ઞાન અને ગમ્મત ની મોજ કરાવવામાં આવી. પાંડેરીયા પ્રાકૃતિક શિબિર ની અંદર દિલીપભાઈ બારૈયા દ્વારા કે જેવો વન રક્ષક તરીકે ત્યાં ફરજ બજાવે છે તેમણે બાળકોને પ્રકૃતિનું વિશેષ જ્ઞાન પ્રાણી જીવજંતુ અને આપણી આસપાસ રહેલી વનસ્પતિઓની સંપૂર્ણ માહિતી આપી. ત્યારબાદ બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી અને બાળકોને ચા નાસ્તો અને ભોજન ની વ્યવસ્થા સાથે ખરેખર ફોરેસ્ટ વિભાગનું આ અદભુત પગલું અને ફુલસર પ્રાથમિક શાળાના બાળકોને આચાર્યશ્રી લવજીભાઈ ડોડીયાના માર્ગદર્શનથી આ આયોજન કરવામાં આવ્યું. શાળાના શિક્ષિકા સંધ્યાબેન પરમાર દ્વારા તમામ બાળકોને આ પ્રાકૃતિક શિબિરમાં સાથે જોડાઈને બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેરિત કરાયા.

Related Posts