રાજુલા પંથકના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ આવતીકાલે સર્જાવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ ૧૦૦ બેડની નિઃશુલ્ક હોસ્પિટલ રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થતાં રાજુલા પંથકના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે જ સમયસર અને ઉત્તમ સારવાર મળી શકશે.
આ આરોગ્ય મંદિર માત્ર હોસ્પિટલ નહીં પરંતુ માનવસેવાના ઉત્તમ સંકલ્પનું પ્રતિક બની રહેશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ આ સેવા કાર્યથી આ વિસ્તારના હજારો પરિવારોને સીધો લાભ મળશે.
આવતીકાલે યોજાનારા લોકાર્પણ સમારોહમાં આગેવાનો, પદાધિકારીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ રહેશે. રાજુલા પંથક માટે આ પ્રકલ્પ આરોગ્ય ક્ષેત્રે નવી દિશા દર્શાવનાર સાબિત થશે.

















Recent Comments