દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સવારના સમયે એક જૂતાના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના સમાચાર મળતાની સાથેજ તાત્કાલિક ધોરણે દિલ્હી ફાયર સર્વિસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો જેમાં ઘણી મહેનત બાદ તેઓ સફળ રહ્યા હતા. આ આગ ની ઘટના બાબતે દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાની સૂચના સવારે ૧૧:૧૭ વાગ્યે મળી હતી. શોરૂમમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ બહાર નીકળતી જાેવા મળી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગની ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસે ત્વરિત પગલાં લીધાં. અધિકારીએ જણાવ્યું કે, “ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ૧૧ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.” ફાયર ફાઇટર્સની ટીમે ઝડપથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા અને હાલ પણ આ કામગીરી ચાલુ છે. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, જે એક રાહતની વાત છે. જાેકે, આગને કારણે શોરૂમમાં રહેલા માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આગ ઓલવવાની કામગીરી દરમિયાન શાહીન બાગ વિસ્તારમાં ટ્રાફિક પર નોંધપાત્ર અસર જાેવા મળી છે. ફાયર ટેન્ડરોની અવરજવર અને રસ્તાઓ પર લાગેલી ભીડને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો, કારણ કે આગની જ્વાળાઓ અને ધુમાડો દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
આગ લાગવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ તપાસ શરૂ કરશે, જેમાં આગ લાગવાનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આગ શોર્ટ સર્કિટ, જ્વલનશીલ પદાર્થો કે અન્ય કોઈ કારણથી લાગી હોઈ શકે છે, પરંતુ આ અંગે સ્પષ્ટતા તપાસ બાદ જ મળશે.
દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં જૂતાના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી

Recent Comments