નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત વી.ડી. કાણકિયા આર્ટસ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ, રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ એમ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ કાણકીયા કોલેજના સભાખંડ ખાતે યોજાયો હતો, જેમાં લીલીયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, માનવ મંદિરના સંચાલક અને અનેક મનોરોગી દીકરીઓના પાલક પિતા એવા ભક્તિરામ બાપુ, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, થેલેસેમીયા કેમ્પના દાતા અને સહયોગી અષ્ટકાંતભાઈ સૂચક, રક્તદાન કેમ્પના દાતા હિંમતભાઈ લાખાણી, પીડીલાઈટ કંપનીના સહયોગી ગીરીશભાઈ નાંદોલીયા, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા, મેનેજીંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગરેચા, ટ્રસ્ટી જયંતિભાઈ વાટલીયા, અશોકભાઈ અગ્રાવત વગેરે મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત શહેર જીલ્લા ભાજપના અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહના પ્રારંભમાં કોલેજના આચાર્ય ડૉ. એસ.સી.રવિયા દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ માનવમંદિરના સંચાલક ભક્તિરામ બાપુએ વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. મેહુલભાઈ વ્યાસે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
વધુમાં આચાર્ય ડો. એસ. સી.રવિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે સતત ધમધમતી આ કોલેજના પાયારૂપ કર્મચારીઓ એટલે કે વર્ગ-4ના શ્રમયોગી કર્મચારીઓનું કોલેજના વિકાસમાં અમૂલ્ય યોગદાન છે. આથી સતત ક્રિયાશીલ એવા આ કર્મચારીઓને આજના કાર્યક્રમમાં અધ્યાપકોના હસ્તે પુષ્પગુચ્છ તથા મહાનુભાવોના હસ્તે રાશનની કીટ અર્પણ કરવામાં આવી હતી. કોલેજ સ્ટાફના સૌજન્યથી આ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોહનદાદા, લાભુબેન, જોષીદાદા, રાહુલભાઈ, મહેશભાઈ, રામસિંહભાઈ, ઉષાબેન, ભાવનાબેન, પિયુષભાઈને રાશનકીટ અર્પણ કરીને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ નિ:શુલ્ક હતો, કારણ કે તેના માટેની સંપૂર્ણ નાણાકીય સહાય માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન (મૂળ સા.કુંડલા હાલ મુંબઈ) તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાપ્ત થઈ હતી. કાણકિયા કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર બધાજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પમા શાંતાબેન હરિભાઇ ગજેરા બ્લડ બેંક, અમરેલીનો સહયોગ મળ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ રક્તદાન કર્યું હતું. આ બંને કાર્યક્રમોના સંકલન માટે રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, તેમના સહયોગી ઈલાબેન વાઢેર તથા દર્શનભાઈ પંડ્યાએ ખુબ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે હાજર રહેલ શબનમબેન કપાસી તથા તેમના સુપુત્ર અલીઅસગરભાઈએ રેડક્રોસની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ તરત જ Rs. 5,000નુ રોકડ દાન અર્પણ કર્યું હતું. ઉપરાંત બે દિવસ પહેલા જ કાણકિયા કોલેજ ખાતે જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂંક પામેલ શ્રી ખોડુભાઈ વરૂને પણ મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા. રેડક્રોસના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અંતે પીડીલાઈટ કંપનીના સૌજન્યથી ધારાસભ્ય તથા નગરપાલિકા પ્રમુખ વગેરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આખાય કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડો. એસ. સી. રવિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોલેજ સ્ટાફગણ, એન.સી.સી. કેડેટસ, એન.એસ.એસ. સ્વયંસેવકો, યૂથ રેડક્રોસના સ્વયંસેવકો વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
કાણકિયા કોલેજ – સાવરકુંડલા ના આંગણે યોજાયો મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ, રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનો ત્રિવેણી સંગમ

















Recent Comments