ભાવનગર

ખેલ મહાકુંભ 2026માં જય જનની વિદ્યાસંકુલ-બપાડાની શાનદાર સિદ્ધિ

જય જનની વિદ્યાસંકુલ-બપાડા ખાતે આજે તળાજા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર તળાજા તાલુકાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ દરમિયાન યોજાયેલી અંડર-17 ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં જય જનની વિદ્યાસંકુલ-બપાડાની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી તળાજા તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સમગ્ર સ્પર્ધા દરમિયાન ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સંઘર્ષની ભાવના સાથે મુકાબલો કર્યો હતો. ખેલાડીઓની સતત મહેનત અને માર્ગદર્શનના પરિણામે ટીમે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી હતી.

આ સિદ્ધિ બદલ કે. વી. પંડ્યા સાહેબ અને વી. એમ. જાળેલા સાહેબે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ રમતગમત કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓની સફળતા બદલ જય જનની વિદ્યાસંકુલ-બપાડાના સંચાલકમંડળ, આચાર્યશ્રી, શિક્ષકગણ, રમતગમતના માર્ગદર્શકો તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

શાળા દ્વારા શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા વિકસાવવાની પૂરતી તકો આપવામાં આવી રહી છે. કબડ્ડીની આ સિદ્ધિ શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બનવાની સાથે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

Related Posts