અમરેલી

આંબરડી સફારી પાર્ક અર્થાત ગીરના સિંહોનું પ્રવેશદ્વાર અને કુદરતના ખોળે શ્રેષ્ઠ પિકનિક સ્પોટ

અમરેલી-ધારી રોડ પર સ્થિત આંબરડી સફારી પાર્ક આજે પ્રવાસીઓ માટે મનગમતું સરનામું બની ગયું છે. વન્યજીવ સૃષ્ટિ અને કુદરતી સૌંદર્યનો સમન્વય ધરાવતું આ સ્થળ પરિવારો માટે રજાઓ માણવાનું ઉત્તમ કેન્દ્ર છે. અહીં વન્યજીવોના સાનિધ્યમાં અનોખી  રોમાંચક સફર થાય છે સફારી ​આંબરડી સફારી પાર્કની સૌથી મોટી વિશેષતા અહીંના સુરક્ષિત સિંહ દર્શન છે.માત્ર સિંહ જ નહિ પરંતુ હરણ દીપડા જેવા પ્રાણીઓના પણ દર્શન થઈ શકે છે. વન વિભાગ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી બસ સુવિધા દ્વારા તમે ખૂબ જ નજીકથી એશિયાટિક સિંહો, ચપળ દીપડા અને હરણોને નિહાળી શકો છો. જંગલના રાજાને મુક્ત અવસ્થામાં જોવાનો લ્હાવો પ્રવાસીઓ માટે યાદગાર બની રહે છે.

​ બાળકો અને પરિવાર માટે મનોરંજનનો અઢળક ખજાનો. 

​શહેરના ઘોંઘાટથી દૂર શુદ્ધ હવા અને મનમોહક વાતાવરણમાં વસેલા આ પાર્કમાં બાળકો માટે ખાસ ‘કિડ્સ ઝોન’ બનાવવામાં આવ્યો છે.

​સુવિધાઓ.. આધુનિક હિંચકા, લપસણી અને રમવા માટે વિશાળ મેદાન.

​ પરિવાર સાથે પિકનિક મનાવવા અને ફોટોગ્રાફી માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

 શ્રદ્ધા અને કુદરતનો  અદભૂત સંગમ એટલે ગળધરા ખોડિયાર મંદિર. 

​આંબરડીની મુલાકાત ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે તમે નજીકમાં આવેલા ગળધરા ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરો.

​કુદરતી સૌંદર્ય જાણે કુદરતે છુટ્ટા હાથે વેર્યું હોય તેવું અનુપમ સ્થાન ખોડિયાર ડેમની નીચે વહેતા અવિરત ઝરણાં અને આસપાસની હરિયાળી મનને શાંતિ આપે છે.

​શાંતિનો અહેસાસ એટલે વન્ય સંપદા સાથે કુદરતીપણાનો અહેસાસ. ધારીના આ પવિત્ર સ્થળે કુદરતની અસીમ સુંદરતાના દર્શન થાય છે.

​પ્રકૃતિના દર્શન બાદ પ્રવાસીઓ ધારીમાં અસલ કાઠિયાવાડી ભોજનનો આનંદ માણી શકે છે. સ્થાનિક ફાર્મ હાઉસની મુલાકાત લઈને ગ્રામીણ જીવનશૈલીને નજીકથી સમજવાની આ એક ઉત્તમ તક છે.વન વિભાગ દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવે છે કે ગીરના આ સુંદર પ્રવેશદ્વાર સમાન આંબરડી સફારી પાર્કની મુલાકાત લો અને કુદરતની જાળવણીમાં સહભાગી બનો.

Related Posts