અમરેલી જિલ્લા માટે ગર્વની બાબત છે, કે રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) પૈકી અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાને રાજ્ય કક્ષાએ “તૃતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ” તરીકે સન્માનિત કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે આવેલ તાપી હોલમાં એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી નોડલ પ્રિન્સિપાલ ડો. ટી. એમ. ભટ્ટ તથા અમરેલી સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડી. એમ. આચાર્યએ શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકાર્યું હતું. સંસ્થાને પ્રાપ્ત થયેલ આ રાજ્યકક્ષાના ગૌરવપૂર્ણ સન્માન બદલ સંસ્થાના સ્ટાફ, તાલીમાર્થીઓ તથા સમગ્ર અમરેલી જિલ્લાના નાગરિકોમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે.
આ ગૌરવશાળી અવસરે ગાંઘીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, કૌશલ્ય વિભાગના સચિવ શ્રી આઈ.એ.એસ (IAS) લોચન સદરા, નિયામકશ્રી રોજગાર અને તાલીમ શ્રી નીતિન સાંગવાન તેમજ નિયામકશ્રી GSDM શ્રી કમલેશ રાઠોડ (IAS) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી આઈ.ટી.આઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments