અમરેલી

વડીયા પો.સ્ટે. વિસ્તારના બરવાળા બાવીશી ગામે ખુન વિથ લુંટ કરી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં લુંટમાં લઇ ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

કર્ણદેવભાઇ અશોકભાઇ વાળા, રહે.બરવાળા બાવીશી, તા.વડીયા વાળો પોતાની
વાડીએ રાત્રીના સમયે ગયેલ અને પોતાની વાડીનો મજુર રવિ જેમાભાઇ કરોલીયા આ
કર્ણદેવભાઇનું ટ્રેકટર ખેતરમાં જેમ ફાવે તેમ કુદાવી ચલાવતો હોય અને મોબાઇલમાં રીલ
બનાવતો હોય, જેથી આ કર્ણદેવભાઇએ કહેલ કે તુ આવી રીતે ટ્રેકટર ચલાવતો નહી તેમ
કહી ઠપકો આપેલ અને કર્ણદેવભાઇ પોતાનું મોટર સાયકલ લઇ વાડીએથી ઘરે જવા
નિકળેલ. આ દરમિયાન જાહેર રસ્તામાં આ રવિ જેમાભાઇ કરોલીયા પાછળ આવી અને આ
કર્ણદેવભાઇના માથાના ભાગે લોખંડના પાઇપનો મરણતોલ ઘા મારી અને રસ્તામાં પછાડી
દઇ, ગાળો આપી અને કહેલ કે તને તો મારી જ નાખવો છે તેવી ધમકી આપી અને માથાના
ભાગે તેમજ મોઢા પર પથ્થરથી મરણતોલ ઘા મારી, લોહી લુહાણ હાલત કરી, આ
કર્ણદેવભાઇનું હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ રજી.નં. જી.જે.૧૪.બી.સી.
૭૨૨૮ કિં.રૂ.૨૦,૦૦૦/- નું બળજબરીથી કઢાવી લઇ લુંટ કરી, મોટર સાયકલ સાથે આ રવિ
જેમાભાઇ કરોલીયા નાસી જઇ ગયેલ અને આ કર્ણદેવભાઇને માથાના ભાગે તથા મોઢાના
ભાગે મરણતોલ ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયેલ હોય, આ અંગે કર્ણદેવભાઇના
પિતા અશોકભાઇ રાવતભાઇ વાળા, રહે.બરવાળા બાવીશી, તા.વડીયા, જિ.અમરેલી વાળાએ
ફરીયાદ જાહેર કરતા વડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૬૦૧૦૩/૨૦૨૬, ભારતીય ન્યાય
સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૩૦૯(૪), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫
મુજબનો ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
ઉપરોકત બનાવ અન્વયે ગંભીર ગુનો કરી, ફરાર થયેલ આરોપીને પકડી પાડવા અમરેલી
એલ.સી.બી. ટીમને સુચના આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમ દ્રારા ઉપરોકત ખુન વિથ લુંટનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીને
બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં ખુન કરી લુંટમાં લઇ
ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં
સોંપી આપવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
રવિ જેમાભાઇ કરોલીયા, ઉ.વ.૧૯, રહે.બરવાળા બાવીશી, અશોકભાઇ વાળાની વાડીએ,
તા.વડીયા, જિ.અમરેલી, મુળ રહે. ડેડરવાસ, લુહાર ફળીયુ, તા.ઉદયગઢ, જિ.અલીરાજપુર
(મધ્યપ્રદેશ).
 રીકવર કરેલ મુદ્દામાલઃ–
એક હીરો હોન્ડા કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ રજી નં.જી.જે.૧૪.બી.સી.૭૨૨૮
કિં.રૂ.૨૦,૦૦૦/-
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. રાહુલભાઇ
ચાવડા, હરેશસિંહ પરમાર, કનાભાઇ સાંખટ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ.
આદિત્યભાઇ બાબરીયા, ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઇ મુંધવા, તુષારભાઇ પાંચાણી,
યાસીનભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts