ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ
હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા
ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ
તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને
માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નાગેશ્રી પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૦૨૫૦૨૨૪/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯, ૫૪ તથા આઇ.ટી. એકટ ૬૬(સી), ૬૬(ડી) મુજબના ગુનામાં
પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લાલશાહીના
લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની
કાર્યવાહી થવા સારૂ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ –
જતીનભાઇ નરશીભાઇ માવાણી , ઉ.વ.૩૫, રહે.સુરત, સરથાણા જકાતનાકા, સાંસ્કૃત
રેસીડેન્સી, સુરત શહેર મુળ રહે.સુરનગર, તા.ગારીયાધાર, જિ.ભાવનગર.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હીમાસીયા, ગોકળભાઇ કળોતરા,
હરેશભાઇ કુવારદાસ, તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
















Recent Comments