મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા. ૨૧
જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી
ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજિત ૩ કંપનીઓ દ્વારા સુપરવાઈઝર, કસ્ટમર સર્વિસ એન્જિનિયર,
ડિઝાઇન એન્જિનિયર, પ્રોડક્શન એન્જિનિયર, ક્યુ.સી. એન્જિનિયર, એકાઉન્ટ આસિસ્ટન્ટ, સેલ્સ બેંક ઓફિસર, સેલ્સ
પર્સન, એડવાઈઝર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ભરતીમેળામાં બી.ઈ. (મિકેનિકલ, પ્રોડક્શન, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન), એમ.કોમ., એમ.બી.એ., એમ.એ.,
એમ.એસ.ડબલ્યુ., બી.કોમ., બી.એ., બી.બી.એ., ડિપ્લોમા (મિકેનિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, પ્રોડક્શન), આઈ.ટી.આઈ.
તેમજ ધોરણ-૧૨ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાના દિવસે
સ્વખર્ચે રૂબરૂ હાજર રહી ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા તેમજ પોતાની રિઝ્યુમેની ૪ નકલો સાથે લાવવાની રહેશે, તેમ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રની અખબારી યાદીમાં
જણાવાયું છે.
















Recent Comments