ભાવનગર

ભાવનગર તાલુકા કક્ષાએ શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૬-૨૭ ના ફોર્મ તા. ૨૯ જુલાઇ સુધી ભરી શકાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગુજરાત સરકાર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત
ગાંધીનગર અને જિલ્લા રમતગમત કચેરી ભાવનગર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI)
શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૬-૨૭ અંતર્ગત ભાવનગર ગ્રામ્યકક્ષાએ કુલ ૧૦ તાલુકાઓમાં અન્ડર-૧૪/૧૭/૧૯
ભાઈઓ-બહેનો કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિકસ રમતોનું આયોજન તા.૨૦/૦૭/૨૦૨૬ થી કરવામાં આવનાર
છે. આ દરેક સ્પર્ધામાં વિજેતા થનાર રમતવીરો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ
કુલ ૪૪ રમતોની સ્પર્ધાનું આયોજન તા.૦૨/૦૮/૨૦૨૬ થી થનાર છે. આ તમામ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ
આગામી દિવસોમાં રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા જશે.
SGFI-૨૦૨૬ સંબધિત તમામ શાળાઓએ એન્ટ્રીની વિગત અને ફોરવર્ડીંગ લેટર સાથે શાળાના લેટર પેડ
ઉપર આચાર્યના સહિ સિક્કા (ફરજીયાત કરાવવા) તાલુકાની એન્ટ્રી સ્પર્ધા શરુ થયાના ૩(ત્રણ) દિવસ પહેલા અને
જિલ્લાની એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તા.૨૯/૦૭/૨૦૨૬ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી,સીદસર
રોડ,ભાવનગર ખાતે જમા કરાવવાની રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts