અમરેલી

રાજુલામાંથી ૫.૨૧૮ કિ.ગ્રા.સુકા ગાંજાના જથ્થા સહિત બે આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.જે અનુસંઘાને મે.પોલીસ મહાનિરિક્ષક આર.વી.અસારી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓની રાહબારી હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેક્ટર બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત આધારે ગુડલક જમ્પર સર્વિસ ગેરેજ ખાતેથી નાજીમશા અહેમદશા પઠાણ તથા ગૌતમકુમાર દિલીપકુમાર ઝા નાઓ પાસેથી સુકા ગાંજાનો જથ્થો ૫ કિલો ૨૧૮ ગ્રામ જેની કિ.રૂા.૨,૬૦,૯૦૦/- સાથે રેઇડ દરમ્યાન ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

*પકડાયેલ તથા વોન્ટેડ આરોપીની વિગત*

નાજીમશા અહેમદશા પઠાણ, ઉ.વ.૨૯,ધંધો – ગેરેજ રહે.રાજુલા, ડોળીયાનો પટ્ટ, સરકારી ગોડાઉન પાછળ, તા.રાજુલા, જી.અમરેલી
ગૌતમકુમાર દિલીપકુમાર ઝા (પંડીત), ઉ.વ – ૩૭, ધંધો – પ્રા.નોકરી, હાલ રહે.રાજુલા, કોહીનૂર હોટલની બાજુમાં, મુળ રહે.બિહાર, પટના, જી.વૈશાલી, ગ્રામ પોસ્ટ – ખોકચા, થાણા – તેસરી, ગામ – ખોકચા, રાજ્ય – બિહાર.વોન્ટેડ – બિટ્ટુકુમાર રહે.ઝારખંડ, ગામ – કત્રાસ, ધનબાદ, રાજ્ય – ઝારખંડ

*આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલની વિગત*

(1) વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૫ કિલો ૨૧૮ ગ્રામ જેની કિ.રૂા.૨,૬૦,૯૦૦/-

(2) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂા.૫૫૦૦/-

(3) ડીજીટલ વજન કાંટો નંગ-૧ કી.રૂ.૫૦૦/-

(4) લાલ કલરવાળી બેગ જેના ઉપર અંગ્રેજીમાં CAMEL લખાણવાળી બેગ નંગ-૦૧ જેની કિ.રૂ.૦૦/-

(5) કથ્થઇ કલરની સેલોટેપ તથા લીલા કલરની પ્લાસ્ટીકની કોથળી કિ.રૂ.૦૦/-

(6) રોકડ રૂપિયા ૨૭૦૦/-

*કુલ મુદ્દામાલ કિ. રૂ.૨,૬૯,૬૦૦/-*

*આ કામગીરી એસ.ઓ.જી. શાખા, અમરેલીના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે*

Related Posts