અમરેલી

કાઠિયાવાડનું હૃદય ગણાતું અમરેલી રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વને આવકારવા સજ્જ

“સંત, શૂરા અને સાહિત્યકારોની પવિત્ર તપોભૂમિ અમરેલી, હવે દેશભક્તિના રંગે રંગાવા સજ્જ થઈ ગઈ છે! કાઠિયાવાડના હૃદય સમાન આ ઐતિહાસિક જિલ્લાને ૮૦ મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની યજમાની કરવાનું અદકેરું બહુમાન મળ્યું છે. આ ખમીરવંતી ધરતી પર રાષ્ટ્રીય પર્વની આન-બાન-શાન સાથે થનારી ભવ્ય ઉજવણીને લઈને અત્યારે સમગ્ર જિલ્લામાં ભારે રોમાંચ અને દીવાળી જેવો માહોલ છે.

આ ધરતી માત્ર સંતો અને શૂરાઓની જ નહીં, પરંતુ એવા અડગ ઉદ્યોગ સાહસિકોની પણ જનની છે, જેમણે પોતાની અથાગ મહેનતના મજબૂત બળે વૈશ્વિક સ્તરે સફળતાના શિખરો સર કર્યા છે. વિદેશની ધરતી પર પહોંચ્યા પછી પણ આ સાહસિકોના દિલમાં પોતાના વતન પ્રત્યેનો પ્રેમ હંમેશાં અજોડ અને પ્રેરણાદાયી રહ્યો છે. પોતાની કમાણી અને કિસ્મત દેશ-વિદેશમાં અજમાવનારા આ પનોતા પુત્રોએ માત્ર અમરેલીનું નામ રોશન નથ

Related Posts