તિથિની આંટીઘૂટીમાં અટવાતા ભારતીય પર્વો. આમ ગણો તો આજે અડધો દિવસ ચતુર્થી અને અડધો ઋષિ પંચમી નો હિસ્સો આમ લોકો પણ અવઢવમાં કે પાંચમ કેવીરીતે રહેવાય? ઋષિ પંચમી: વૈચારિક ક્રાંતિ, ઋષિ સંસ્કૃતિ અને સંયમનું દિવ્ય પર્વ. જો કે ભારતીય પંચાંગશાસ્ત્ર એ તિથિ ક્ષય સંદર્ભે એક્યુરેટ વિજ્ઞાન છે. એ એની અધૂરપ તો નથી જ.
———————————————————-
કુદરતનું પૂજન, આત્મશુદ્ધિ અને ઋષિઋણ ચૂકવવાનો પવિત્ર અવસર
———————————————————-
ઋષિઓના વિચારોને જીવનમાં ઉતારીને ચાલીએ,
પ્રકૃતિ ને સંસ્કારની જ્યોત દિલમાં પ્રગટાવીને ચાલીએ.
–“પાંધી સર”
સનાતન વૈદિક પરંપરામાં ભાદરવા સુદ પંચમી એટલે કે ‘ઋષિ પંચમી’ (સામા પાંચમ) એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ આત્મશુદ્ધિ, કુદરત પ્રત્યે કૃતજ્ઞતા અને ગુરુઋણ સ્વીકારનું દિવ્ય પર્વ છે. આ દિવસે સપ્તઋષિઓ અને માતા અરુંધતીનું પૂજન કરીને તેમના જ્ઞાન તથા સંસ્કારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાય છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ વ્રત કાયિક, વાચિક અને માનસિક ભુલો તેમજ અજાણતાં થયેલી અશૌચના નિવારણ માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે.
આ પર્વનો મુખ્ય સંદેશ ખેડ્યા વગર ઉગતા ધાન્ય (સામો, મોરૈયો)ના આહાર દ્વારા કુદરત અને જમીનને આરામ આપવાનો છે. તે નારીશક્તિના સન્માન, શારીરિક વિજ્ઞાન (વિશ્રામ)ના વૈજ્ઞાનિક મહત્વ અને માનસિક પવિત્રતાનો ઉત્સવ છે. આજે વૈજ્ઞાનિક યુગમાં પણ ઋષિ પંચમી આપણને પર્યાવરણપ્રેમ, સંયમ અને સદાચાર તરફ વાળતી એક ચિરંતન વૈચારિક ક્રાંતિ છે.
*અંતમાં સૌને મિચ્છામિ દુકડ્ડમ.*















Recent Comments