ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે શકમદ ઇસમોને રોકડ તથા મોટર સાયકલ સાથે પકડી
પાડી, પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછ પરછ કરતા બગસરા તાલુકાના જુના
વાઘણીયા ગામે રહેણાંક મકાન, દુકાનો તથા મંદીર મળી પાંચ અલગ અલગ જગ્યાએ
તેમજ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે અલગ અલગ ચાર રહેણાંક મકાનોમાં
ઘરફોડ ચોરી તેમજ ચોરીનો પ્રયાસ કરેલની કબુલાત આપતા, બગસરા તથા અમરેલી
રૂરલ પો.સ્ટે.માં રજી. થયેલ ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં
એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) સમરૂભાઇ કીલુ ઉર્ફે ખેલસીંગ બારીયા, ઉ.વ.૩૦, રહે.ફુર તળાવ, બારીયા ફળીયું,
તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. માંગવાપાળ, વરૂડી પુલ પાસે,
તા.જિ.અમરેલી.
(૨) શુરૂભાઇ ઉર્ફે સુરો પુનસીંહ વણજારા, ઉ.વ.૩૦, રહે.સોલીયા, બાબા દેવ ફળીયું,
તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. કુંકાવાવ, તા.વડીયા,
જિ.અમરેલી.
પકડાવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) સાલમ પારસીંગ ગણાવા, રહે.ફુર તળાવ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ).
(૨) બિમલભાઇ દરીયાસીંગ ગણાવા, રહે.ફુર તળાવ, તા.જોબટ, જિ.અલીરાજપુર
(મધ્યપ્રદેશ).
(૩) જગુભાઇ નારસીંગ બારીયા, રહે.ફુર તળાવ, તા.જોબટ, જિ.અલીરાજપુર
(મધ્યપ્રદેશ).
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૯,૫૦૦/- તથા એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા
એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો. મોડલ મોટર સાયકલ જેના રજી. નં. GJ-03-HN-9215
કિં.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૪,૫૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) પકડાયેલ આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓ ગઇ તા.૨૧/૦૭/૨૦૨૬
ના રોજ રાત્રીના આશરે સવા બારેક વાગ્યે બગસરા તાલુકાના જુના વાઘણીયા
ગામે એક રહેણાંક મકાનના મેઇન ડેલાનું તાળુ તોડી, મકાનમાં પ્રવેશ કરી, રૂમમાં
રાખેલ કબાટમાંથી રોકડ રકમ તથા સોનાના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તેમજ
એક એગ્રોની દુકાનનો દરવાજો તોડી, દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી
કરેલ તેમજ એક મંદીરની દાનપેટી તોડી, દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ
તેમજ એક પાનની દુકાનનું શટર તોડી, ખાનામાં રાખેલ રોકડ રકમની ચોરી કરેલ
હોવાની તેમજ બીજા પણ મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કરેલ હોવાની હકિકત
જણાવેલ, જે અંગે ખરાઇ કરતા બગસરા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૬૦૧૯૪/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૩૧(૪), ૩૦૫(એ),
૬૨ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૨) તા.૧૯/૦૭/૨૦૨૬ ના રોજ પકડાયેલ આરોપી સમરૂભાઇ કીલુ ઉર્ફે ખેલસીંગ
બારીયા પકડવાના બાકી આરોપીઓને રાત્રીના નાના ભંડારીયા ગામે ચોરી કરવા
મોટર સાયકલ લઇને મુકવા તેમજ લેવા ગયેલ હોય અને આ પકડવાના બાકી
આરોપીઓએ નાના ભંડારીયા ગામે એક મકાનના તાળા તોડી, મકાનમાં પ્રવેશ કરી
રોકડ રકમની ચોરી કરેલ તેમજ બીજા ત્રણ મકાનમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ
કરેલ હોવાની હકિકત જણાઇ આવેલ હોય, જે અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ
પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૬૦૩૭૪/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૩૧(૪),
૩૦૫(એ) મુજબ ગુનો રજી. થયેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર,
કનાભાઇ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા,
તથા હેડ કોન્સ. રાહુલભાઇ ઢાપા, આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી,
દશરથસિંહ સરવૈયા, રાઘવેન્દ્રભાઇ ધાધલ દ્વારા કરવામાં આવેલ છે.
















Recent Comments