ગુજરાત

જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨ હેઠળ સીસીટીવી કેમેરા નેટવર્કનો વ્યાપ વધારાશે: કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા

(VISWAS – Video Integration and State-wide Advanced Security) પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સીસીટીવી કેમેરાના વ્યાપ અને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા કેમેરા નેટવર્ક વધારવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ, વિધાનસભા ગૃહમાં ઉત્તર આપતાં કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ આજની સ્થિતિએ ફેઝ-૨ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ ૪૫૨ સીસીટીવી કેમેરા અને અમરેલી જિલ્લામાં કુલ ૩૧૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સરવેલન્સ નેટવર્ક અંતર્ગત મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોને આવરી લેવાયા છે. તમામ કેમેરાનું લાઈવ સિંક્રોનાઈઝેશન જિલ્લા કક્ષાના ‘નેત્રમ’ (NETRAM – Networked Emergency Traffic and Response Assessment System / Command & Control Centre) અને રાજ્ય સ્તરના ‘ત્રિનેત્ર’ (TRINETRA – Integrated Command and Control Centre – i3C) સાથે જોડાયેલું હોવાથી ટ્રાફિક નિયંત્રણ, વાહનોનું ટ્રેકિંગ અને ગુના નિવારણમાં અને જાહેર સુરક્ષા વધુ સુનિશ્ચિત બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related Posts