ઓર્ગન ડોનેશનમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે તેની સાથે સાથે સુરત જિલ્લો ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે, કારણ કે કુલ જે ચક્ષુદાન મળ્યા છે, તેમાં આશરે ૨૩ ટકા જેટલા એકલા સુરત જિલ્લામાંથી મળ્યા છે જે આપણા માટે ગૌરવ સમાન છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ વધુ વિગતો આપતાં ગૃહમાં કહ્યું હતું કે,
ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાત એ ભારતમાં નંબર વન કામગીરી કરી રહ્યું છે, ત્યારે થોડા સમય પહેલાં નવી દિલ્હી ખાતે ઓર્ગન ડોનેશન-ટ્રાન્સપ્લાન્ટ કરનારી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની સિવિલ હોસ્પિટલ અમદાવાદ, કિડની હોસ્પિટલ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ સુરતને સર્વશ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવેલ, જે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સફળતા છે.
તેમણે કહ્યું કે, સુરત જિલ્લાની અંદર વર્ષોથી આઈ ડોનેશન (ચક્ષુદાન) અંગે ખૂબ જાગૃતિ આવી છે અને એમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે. તેમાં સરકારી મેડિકલ કોલેજ / સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૨ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૧૮ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન-સ્મિમેર હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૭ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૨ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે.
જ્યારે દિવ્ય ચક્ષુ આઈ બેન્ક (દિવ્ય જ્યોત ટ્રસ્ટ) વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯૩ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૯૮ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, લોકદ્રષ્ટિ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૭૬ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૫૨૯ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે.આમ, ગુજરાતમાં ૨૦૨૪-૨૫માં કુલ ૧૪૬૮ અને ૨૦૨૫-૨૬માં કુલ ૧૧૭૭ ચક્ષુદાન આ સંસ્થાઓને પ્રાપ્ત થયા છે.
તેમણે કહ્યું કે, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ છ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે છે. ચક્ષુદાનમાં પ્રાપ્ત થતા ૧૦૦માંથી ૨૦ થી ૩૦ કોર્નિયા જ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયોગી થઈ શકે છે. આ ટ્રાન્સપ્લાન્ટ કરવાથી શોર્ટ ટર્મમાં (૧ થી ૨ વર્ષના ટૂંકા ગાળામાં) ૧૦૦ ટકા સફળતા મળે છે, મિડ ટર્મમાં ૮૦ ટકા અને લાંબા ગાળે ૬૦ થી ૭૦ ટકા સફળતા પ્રાપ્ત થાય છે.
આરોગ્ય મંત્રી શ્રીએ કહ્યું હતું કે,
અગાઉ એવું હતું કે એક કીકી માત્ર એક જ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતી હતી. એક કીકીના ૩ થી ૪ લેયર (સ્તર) હોય છે. આધુનિક ટેકનોલોજી અને નવા સંશોધનોના આધારે, દર્દીને જે લેયરની જરૂરિયાત હોય તે મુજબ કોર્નિયામાંથી તે સ્તર અલગ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમ, હવે એક કીકીના દાન દ્વારા ૩ થી ૪ વ્યક્તિઓની દ્રષ્ટિહીનતા દૂર કરી શકાય છે. જેનાથી એક થી વધુ દર્દીઓને આનો લાભ મળી રહ્યો છે.
તેમણે કહ્યું કે, મૃત્યુ બાદ ૬ કલાક સુધીમાં મૃતક વ્યક્તિના ચક્ષુઓ દાનમાં લઈ શકાય છે. ગુજરાતની અંદર આ ચક્ષુદાન પ્રાપ્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન સાથે અને એમણે આપેલી ઉદારતાના આધારે નવી આઈ બેંક ખોલવા માટે રૂ. ૪૦ લાખ જેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે. આઇ બેંકને પ્રત્યેક ચક્ષુદાન સ્વીકારવા માટે રૂ.૨૦૦૦ની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે.
ભારતની અંદર ૧ થી ૧.૫ લાખ જેટલા દર્દીઓને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત છે, એમને જો કોર્નિયા મળે તો ચોક્કસ એ સારા થઈ જાય. પરંતુ દર વર્ષે આપણને ૫૫ થી ૬૦ હજાર કોર્નિયા મળે છે, એમાં દર વર્ષે ૨૦ થી ૨૫ હજાર દર્દીઓનો ઉમેરો થતો જાય છે. ચક્ષુદાન જાગૃતિ એ બહુ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે,
રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમના આધારે જે ગ્રાન્ટ મળે છે, તે રાજ્ય સરકાર દ્વારા આઈ બેંકને આપવામાં આવે છે. આઇ ડોનેશન સેન્ટરો ખોલવા માટે રૂ.૧ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. આમ ગુજરાતની અંદર અત્યારે એનજીઓ (NGOs) દ્વારા અને રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલો દ્વારા આ આઈ બોલ કલેક્શન માટે સુંદર કામગીરી થઈ રહી છે, એ બદલ મંત્રીશ્રીએ તમામ એનજીઓ અને ડોક્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે,અંગદાન (Organ Donation) અને અંગ પ્રત્યારોપણ (Organ Transplant) માટેના ખાસ કાયદા (Act) મુજબ, ‘NOTTO’ અને ‘SOTTO’ નામની સંસ્થાઓ દ્વારા આ બધું નિયંત્રિત થાય છે. બધા મિત્રો માટે આ એક જાણવા જેવી બાબત એટલા માટે છે કારણ કે આમાં કોઈ પ્રાથમિકતા (Priority) વ્યક્તિગત રીતે નક્કી થતી નથી. તેમના નિયમો (Norms) પ્રમાણે આ બધું સોફ્ટવેર આધારિત હોય છે. આમાં કોઈ ભલામણ કે લાગવગ ચાલતી નથી. દર્દીએ જે પ્રમાણે નોંધણી કરાવેલી હોય, તે સમય અને ક્રમ અનુસાર જ તેમને અંગ મળે છે.
આજે ગુજરાતમાં અંગદાન પ્રત્યે આટલી મોટી જાગૃતિ હોવા છતાં, હજુ પણ દરવર્ષે માત્ર ૧૫૦ થી ૨૦૦ જેટલી જ કિડનીઓ ઉપલબ્ધ થાય છે, જેની સામે જરૂરિયાત ૨૦૦૦ થી પણ વધુ છે. આ મોટો તફાવત દર્શાવે છે કે અંગદાન માટે હજુ વધુ જાગૃતિની જરૂર છે. ‘NOTTO’ અને ‘SOTTO’ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિયમન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા એકદમ પારદર્શક અને કમ્પ્યુટરાઇઝડ રીતે ચલાવવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં હતું કે,જ્યારે બાળક જન્મજાત અંધત્વ સાથે જન્મે છે, અને જો તેની સમસ્યા ‘કોર્નિયા’ સંબંધિત હોય, તો તેનું યોગ્ય નિદાન કરીને ઓપરેશન દ્વારા તેને રોગમુક્ત કરી શકાય છે. પરંતુ જો તેની અંદરની નસો અથવા પડદો (રેટિના) ડેમેજ હોય, તો તેવા બાળકને દ્રષ્ટિ આપી શકાતી નથી. જ્યારે અંધત્વ નિવારણ કાર્યક્રમો હેઠળ આપણી શાળાઓમાં અને તમામ સિવિલ હોસ્પિટલોના આંખ વિભાગ દ્વારા નિયમિત તપાસ થઈ રહી છે. જ્યારે પણ કોઈ એવો દર્દી આવે જેને કોર્નિયાની જરૂર હોય, ત્યારે સિવિલ કે પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા જ તેમનું નામ નોંધાવીને સારવાર શરૂ કરી દેવામાં આવે છે.
આ સિવાય, જે બાળકો સાંભળી કે બોલી શકતા નથી (મૂક-બધિર), તેમના માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કોકલિયર ઇમ્પ્લાન્ટ (Cochlear Implant) ઓપરેશન કરાવેલા બાળકોના સોફ્ટવેરને અપગ્રેડ કરવા માટે બાળક દીઠ રૂ.૩ લાખના વધારાના ખર્ચની જરૂર હતી. મુખ્યમંત્રીશ્રીએ તેને મંજૂરી આપીને સિવિલ હોસ્પિટલ મારફતે આવા ૬૧૨ જેટલા બાળકો માટે આ ખર્ચ મંજૂર કર્યો, જેના પરિણામે આજે તે બાળકો યોગ્ય સ્પીચ












Recent Comments