fbpx
અમરેલી

અમરેલીનાં રૈયારાજ ફાર્મ ખાતે બગસરાનાં વિજેતા કોંગી ઉમેદવારોની બેઠક યોજાઈ

આજે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગસરા તાલુકાના ચૂંટાયેલા જિલ્‍લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્‍યોની એક મિટીંગ રૈયારાજ ફાર્મ અમરેલી ખાતે યોજાઈ હતી.

આજની મિટીંગમાં બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત, રસિકભાઈ, સુભાષભાઈ બોરડ, બટુકભાઈ સતાસીયા, પરિમલભાઈ બાબરીયા, ઘનશ્‍યામભાઈ પાનસુરીયા, કાળુભાઈ વઘાસીયા, સંજયભાઈ ગઢીયા, પ્રતાપભાઈ સતાસીયા વિગેરે સંગઠનના હોદેદારો તથા બગસરા તાલુકાના જુના વાઘણીયા જિલ્‍લા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ વલ્‍લભભાઈ વાગડીયા તથા બગસરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્‍યો ચંપાબેન દાફડા, નાગજીભાઈ સિઘ્‍ધપરા, રામજીભાઈ માંડણકા, અંજનાબેન ખૂંટ, શારદાબેન બકરાણીયા, દામજીભાઈ દાફડા, શારદાબેન સતાસીયા, રેખાબેન ખોખર અને દલસુખભાઈ પાનસુરીયા ઉપસ્‍થિત રહયા હતા.   આજની મિટીંગમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, શરદભાઈ ધાનાણી, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, જિલ્‍લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડયાએ ઉપસ્‍થિત ચૂંટાયેલા સભ્‍યોને યોગ્‍યમાર્ગદર્શન આપેલ હતું.

જિલ્‍લા પ્રમુખ ડી.કે. રૈયાણીએ બગસરા તાલુકાના ચૂંટાયેલા તમામ સભ્‍યોને સર્વ સંમતિથી પોતાના તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ન્‍યાય સમિતિના ચેરમેનની વરણી કરવા જણાવ્‍યું હતું. ઉપરાંત બગસરા તાલુકાની જનતાએ જયારે કોંગ્રેસ પક્ષમાં વિશ્‍વાસ મૂકી સતાનું સુકાન સોંપ્‍યું છે ત્‍યારે જનતાના પ્રશ્‍નોમાં સતત અગ્રેસર રહી કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સભ્‍યો તથા સંગઠનના તમામ હોદેદારો તથા કોંગ્રેસના સિનિયર અગ્રણીઓએ કોઈપણ પક્ષાપક્ષીના ભેદભાવ વિના દરેક લોકોને યોગ્‍ય સેવા અને સવલતો મળતી રહે તે માટે સતત પ્રયત્‍નશીલ રહેવા જણાવ્‍યું હતું.

શરદભાઈ ધાનાણીએ ઉપસ્‍થિત સભ્‍યોને પ્રજાલક્ષી કાર્યો માટે સતત કાર્યરત રહેવા જણાવ્‍યું હતું.

પૂર્વ પ્રમુખ પંકજભાઈ કાનાબારે ચૂંટાયેલા સભ્‍યોને કાયદાકીય માર્ગદર્શન આપ્‍યું હતું. મનીષભાઈ ભંડેરીએ ચૂંટાયેલા સભ્‍યોને કોંગ્રેસની વિચારધારા પ્રમાણે છેવાડાના માણસ સુધી તાલુકા પંચાયતની કામગીરી પહોંચે તેવી રીતે કામ કરવા જણાવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/