ઢસામાં નવી જી.આઈ.ડી.સી. માટે મુખ્યમંત્રીશ્રીને રજુઆત માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીયમંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, રાજયનાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજા અને ધારાસભ્યશ્રી શંભુનાથ ટુંડયાજી ની ઉપસ્થિતમાં તા.૨૨.૦૪.૨૦૨૬ ના રોજ સાળંગપુર મુકામે બોટાદ જીલ્લા ભાજપ આયોજીત ‘પ્રબુદ્ધ નાગરિક સંવાદ’ કાર્યક્રમ યોજાયેલ જેમાં ઢસાનાં અગ્રણી અને જી.આઈ.ડી.સીનાં પ્રમુખશ્રી બી.એલ. રાજપરા એ પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં ઢસાગામને નવી જી.આઈ.ડી.સી ફાળવવામાં આવે તે મુખ્ય પ્રશ્ન હતો.
ઢસા વિસ્તાર ઓદ્યૌગિક તથા વ્યાપાર-વ્યાવસાયિકોત્રે એક વિકસીત અને આજુબાજુનાં ઘણા ગામોનાં હટાણાનું સેન્ટર છે. આ વિસ્તારમાં અંદાજિત ૧૦૦ થી વધુ જીનીગ ફેક્ટરીઓ, કોટન અને શીગતેલ ઓઇલ મીલો, સ્પીનીંગ મિલ તેમજ વિવિધ પ્રકા૨ના ધંધા-રોજગારથી ધમધમતો વિસ્તાર હોવાથી ઘણામોટા પ્રમાણમાં રોજગારી પુરૂ પાડતું બોટાદ જિલ્લાનું છેવાડાનું ગામ છે.
ઢસાગામમાં સને. ૧૯૮૧ માં ફકત ૯૧૦૨ ચો.મી. જેટલી નાની જગ્યામાં GIDC બનેલ છે. હવે જો નવી જી.આઈ.ડી.સી. માટે જગ્યા ફાળવવામાં આવે તો નવા ઉદ્યોગ સાહસીકો વિવિધ પ્રકારનાં નવા ઉધોગો સ્થાપી શકે તેમ છે અહી રેલ્વે, સ્ટેટ હાઈ-વે, વિધુત બોર્ડનુ મોટું મથક ઉપરાંત બધાજ પ્રકારની બેંકીંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગ સાહસીકોને સફળતા મળે તેમ છે.















Recent Comments