અમરેલી

અમરેલી સીટી પો.સ્ટે. ના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા
અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી
જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા
ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી
જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૫૦૩૭૫/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૩૧૮(૨), ૩૧૮(૩), ૩૧૯(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના ગુનામાં
પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા

લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી,
આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
પૃથ્વીરાજ અમથાભાઇ ચૌધરી, ઉ.વ.૭૨, રહે.કમાલપુર, તા.ચાણસ્મા, જિ.પાટણ
હાલ રહે. સુરત, કઠોર ગામ, જૈન દેરાસર પાસે, તા.જિ.સુરત.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ.
યુવરાજસિંહ રાઠોડ, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. મહેશભાઇ મુંધવા, તુષારભાઇ
પાંચાણી, રાહુલભાઇ ઢાપા તથા પો.કોન્‍સ. અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં
આવેલ છે.

Related Posts