ભાવનગર જિલ્લા ભાજપ ના શીર્ષ નેતૃત્વ દ્વારા તળાજા શહેર યુવા મોરચા ની નિમણૂક કરવા માં આવી આ નિમણૂક માં મલ્હારભાઈ ભટ્ટ ને પ્રમુખ,સંજયભાઈ ડાભી તથા ઋષિરાજસિંહ વાળા ને મહામંત્રી તરીકે ની નિમણૂક આપવામાં આવી છે .ભાજપ સંગઠન થતા તળાજા શહેર સંગઠન દ્વારા આ નિમણૂક ને વધાવી લેવામાં આવી છે..આ તકે પ્રમુખ શ્રી મલ્હાર ભાઈ ભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે પૂર્વ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના સમર્પણ, અથાગ પરિશ્રમ અને સંગઠનનિષ્ઠાથી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેવી જ રીતે,નવા સંગઠનના તમામ હોદ્દેદારો પણ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો, સંગઠનના સંસ્કાર અને જનસેવાના સંકલ્પને આત્મસાત કરીને એ જ ઉત્સાહ, નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરશે. સૌના સહયોગથી સંગઠનને વધુ સશક્ત, ગતિશીલ અને જનજન સુધી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક આગળ વધશે.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા તળાજા શહેર યુવા ભાજપ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી
















Recent Comments