અમરેલી

2 વર્ષ વિકાસ, સેવા અને સુશાસનના – સાવરકુંડલામાં મેગા સફાઈ અભિયાન

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ અને દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ દેશે વિકાસ,
સુશાસન, ગરીબ કલ્યાણ, આત્મનિર્ભર ભારત અને જનસેવાના ક્ષેત્રે અનેક નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા
છે. તેમના પ્રધાનમંત્રી તરીકેના સતત અને નિરંતર 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સાવરકુંડલા શહેર
ભાજપ પરિવાર દ્વારા મેગા સફાઈ અભિયાન સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના લોકપ્રિય
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા
આ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ
શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છ ભારતના
સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
મેગા સફાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભારતના બંધારણના શિલ્પી અને મહાન સમાજ સુધારક ડૉ.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારો, સમાનતા, ન્યાય અને દેશના
સર્વાંગી વિકાસ માટેના અમૂલ્ય યોગદાનને વંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે
વૈશ્વિક સ્તરે નવી ઓળખ મેળવી છે અને જનભાગીદારી આધારિત વિકાસને નવી દિશા મળી છે. સાથે
સાથે સ્વચ્છતા, સેવા, સામાજિક સમરસતા અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સૌએ
પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, શહેર
ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાના સભ્યો,
સંગઠનના હોદ્દેદારો, ભાજપના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા

Related Posts