અમરેલી

ધારીના અગ્રણી વેપારી નેતા અને ભાજપના કર્મઠ કાર્યકર મુકેશભાઈ રૂપારેલીયાનો જન્મદિવસ: જિલ્લાભરમાંથી શુભેચ્છાની વર્ષા

​સેવાના માર્ગે જેમના ડગલાં                             સદાય મક્કમ છે,

વેપારી આલમમાં જેમનું નામ                   આજે અડીખમ છે.

​નિષ્ઠા અને સંગઠનનો જેમનામાં               અનોખો સંગમ છે,

મુકેશભાઈ, આપનું વ્યક્તિત્વ                               સૌ માટે ઉત્તમ છે.

–“પાંધી સર”

​ધારી તાલુકાની વેપારી આલમની પ્રતિષ્ઠિત અને લોખંડી સંસ્થા ‘ધારી વેપારી મહામંડળ ટ્રસ્ટ’ના જાગૃત પ્રમુખ અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ વ્રજલાલ રૂપારેલીયાનો આજે જન્મદિવસ છે. સેવા, સંગઠન અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન મુકેશભાઈને આજે તેમના જન્મદિવસે સમગ્ર જિલ્લામાંથી અભિનંદન મળી રહ્યા છે.

રાજકારણમાં કેસરિયા રંગે રંગાયેલા મુકેશભાઈ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પક્ષના વફાદાર કાર્યકર્તા તરીકે જાણીતા છે. તેમની અદભૂત સંગઠન શક્તિ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને લઈને ભાજપ દ્વારા તેમને ધારી તાલુકા ભાજપના મહામંત્રી જેવી મહત્વની અને જવાબદારીપૂર્વકની જવાબદારી સોંપવામાં આવી છે.

રઘુવંશી સમાજના નિઃસ્વાર્થ સેવક અને વેપારીઓના પ્રશ્નો માટે સદાય તત્પર રહેતા મુકેશભાઈ ધારી વેપારી મહામંડળમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે વેપારી આલમ, રાજકીય આગેવાનો, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા સોશિયલ મીડિયા અને તેમના મોબાઈલ નંબર 94 275 57 9 21 પર

ટેલિફોનિક માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

Related Posts